04/05/2024

આણંદ જિલ્લામાં સાત મોડલ પોલિંગ સેન્ટરો ઉભા કરાશે

0

Updated: Mar 31st, 2024

– તમામ સુવિધાઓથી સજ્જ હશે

– મતદારોને આદર્શ મતદાન મથક કેવું હોય તે જોવા મળશે

આણંદ : આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓ ચાલી રહી છે. આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કાની ચૂંટણીઅંગે મતદાન અગામી ૭મી મે ના રોજ થવાની છે. જેમાં આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા મતદાર વિભાગોમાં ૭ મોડલ પોલિંગ બુથ ઉભા કરવામાં આવનાર છે. 

જેમાં આ મોડલ પોલિંગ સ્ટેશનમાં વેઈટિંગ લોન્જ, હેલ્પ ડેસ્ક, બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા, રેમ્પની સુવિધા, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, વેઈટિંગ રુમ, વૃધ્ધજનો માટે અગલ બેસવાની વ્યવસ્થા, ખાસ થીમ આધારિત તૈયાર કરવામાં આવનાર છે.

ખંભાત વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક ૧૪૨ ખાતે,  બોરસદ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.૧૪૪ ભાદરણ ખાતે, આંકલાવ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૧૧૯ અંબાવ ખાતે ,  ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકનં ૫૫ પરવટા ખાતે, આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૭૫ ખાતે,  પેટલાદ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૯૧- રંગાઈપુરા ખાતે અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં. ૨૩ લિંબાલી ખાતે મળીને કુલ ૭ મતદાન મથકોને મોડલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે તેવી માહિતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *