04/05/2024

આજે આણંદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે

0

Updated: Mar 31st, 2024

– નાણાકિય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી

– વેરા, બીલો ભરી શકાશે, વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી

આણંદ : આવતીકાલે રવિવારે હિસાબી વર્ષનો છેલ્લો દિવસ હોવાથી અને રવિવારની જાહેર રજા હોવા છતાં આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓ સહિત બેંકો ચાલુ રહેશે. જો કે બેંકોમાં કોઈપણ જાતનો નાણાંકીય વ્યવહાર થશે નહી.

નગરપાલિકા, એમજી વીસીએલ કચેરી તથા વેરા વસુલાતની કચેરીઓ રવિવારે પણ ચાલુ રહેશે. જેથી બાકી રહેલ વેરાની રકમ અંતિમ દિવસે પણ લોકો ભરપાઈ કરી શકે તે માટે નગરપાલિકાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે.  આણંદ એમજીવીસીએલ કચેરી દ્વારા બાકી વીજ બીલના નાણાં તેમજ વીજ કનેક્શન જોડાણ માટેના નાણાં ભરવા સહિતની કામગીરી માટે કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.  સાથે સાથે સિંચાઈ વેરો, જમીન વેરો બાકી નીકળતો હોય તેવા બાકીદારો પણ આવતીકાલે સરકારી કચેરીઓમાં વેરો ભરપાઈ કરી શકશે. ઉપરાંત બેંકો તથા કંપનીઓમાં પણ વાર્ષિક હિસાબોની કામગીરી પૂર્ણ કરવાની હોય કચેરીઓ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *