04/05/2024

વડોદરામાં પાણી મુદ્દે વોર્ડ નંબર 5 ની કચેરી ખાતે હલ્લાબોલ : પાણી નહીં તો વેરો અને મત નહીની ચીમકી

0

Updated: Mar 30th, 2024


Water Protest in Vadodara : વડોદરા શહેરના વોર્ડ નંબર 5 ના વિસ્તારમાં આવેલી શ્રીજી વંદના સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે તે મુદ્દે આજે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર પાંચની કચેરી ખાતે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી પાણીનો પોકાર કર્યા હતા અને પાણી નહીં તો વેરો નહીં અને ચૂંટણી બહિષ્કારની આપી હતી.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બારેમાસ પીવાના પાણીના પ્રેશર કે પછી ગંદા પાણીના પ્રશ્નો કાયમી રહે છે તાજેતરમાં બે દિવસ અગાઉ પાણીની મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી તોડી નાખવામાં આવતા સમગ્ર પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી મળ્યું નથી જેથી હવે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તે પણ પૂરતું પાણી પહોંચતું નથી જેથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. ગઈકાલે કેટલાક વિસ્તારમાં માટલા ફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે આજે વોર્ડ નંબર પાંચની કચેરી ખાતે શ્રીજી વંદના સોસાયટીના રહીશોએ મોરચો કાઢી અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા પરંતુ સ્થળ પર જવાબદાર એન્જિનિયર હાજર હતા નહીં જેથી સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી પાણી નહીં તો વીરો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 વડોદરા શહેરમાં પીવાના પાણીની તંગીને કારણે લોકોને રોજના વધુ ભાવ આપી ટેકરો અને પાણીના જગ મંગાવવા પડે છે જે અંગે સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *