04/05/2024

દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઈરાદે નિગ્રોએ કરી ગુજરાતી યુવકની હત્યા, સરોદ ગામ અને પરિવારમાં માતમ છવાયો

0

Updated: Mar 30th, 2024


Gujarati Youth Sahil Munshi Murder : દક્ષિણ આફ્રિકામાં મૂળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવક સાહિલ અઝીઝ મુનશી પર નિગ્રોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. સાહિલ નોકરી પરથી કાર લઇને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે લૂંટના ઇરાદે રસ્તામાં નિગ્રો લૂંટારૂઓએ તેના પર હુમલો કર્યો હતો. સાહિલે પ્રતિકાર કરતા નિગ્રોએ ફાયરિંગ કર્યું. લૂંટારૂઓએ ગાડી પર 6થી 7 ગોળીઓ ચલાવી હતી. જેના કારણે સાહિલ ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર પહેલા જ મોત થયું હતું.

સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા. પરંતુ આફ્રિકાના દેશોમાં અનેકવાર ભારતીયો સાથે લૂંટના ઈરાદે હત્યાના બનાવો બનતા રહે છે. ત્યારે ફરી એક ગુજરાતી યુવકની આફ્રિકામાં હત્યા થઈ છે. આ બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે પહોંચતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સાહિલ નશી હાલ રોઝા કરી રહ્યો હતો. તેને પરિવારમાં પત્ની સાથે સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *