04/05/2024

જામનગરમાં કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટીમાંથી સાયકલની ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો

0

Updated: Mar 30th, 2024


Theft Case in Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટી વિસ્તારમાં આવેલી એક મસ્જિદની બાજુમાં રાખવામાં આવેલી સાઇકલની ચોરી થઈ હતી, અને એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

 ગત મોડી રાત્રીના સમયે હાફ પેન્ટ અને બ્લેક કલરનું ટીશર્ટ પહેરેલો એક તસ્કર દબાયેલા પગે ધીમી ગતિએ મકવાણા સોસાયટીની શેરીમાં પ્રવેશ્યો હતો, અને આસપાસના વિસ્તારમાં નજર કર્યા પછી ત્યાં રાખેલી એક સાયકલની ચોરી કરી રકૂચક્કર થઈ ગયો હતો, 

સ્થાનિક રહેવાસીના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાથી તેનું ફૂટેજ મેળવીને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં સંપર્કમાં આવ્યો છે. જેના ફૂટેજના આધારે પોલીસે વાહનચોરની શોધ ખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *