04/05/2024

જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર સૂતા સૂતા બાઈક ચલાવી સ્ટંટ કરનારને પોલીસે પાઠ ભણાવ્યો

0

Updated: Mar 29th, 2024

Bike Stunt in Jamnagar :જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર સૂતા સૂતા બાઇક ચલાવી સ્ટંટ કરનારને પોલીસે પાઠ ભણાવ્યા છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.

 જામનગરના રામનગર વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેસા પાસે રહેતો જાવીદ ખાલિદભાઈ ચમડીયા નામનો 18 વર્ષનો શખ્સકે જે ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં લાલપુર બાયપાસ ચોકડી થી જામનગર તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યો હતો, અને અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે બાઈક પર સુતા સુતા સ્ટંટ કરીને આવી રહ્યો હતો.

 જે અંગે પોલીસને ધ્યાનમાં આવતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી લીધી હતી, અને બાઈક કબજે કર્યું છે.

 જ્યારે તેની સામે પંચકોથી બી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ 279, એમ.વી.એક્ટ 183, 184-3) અને 181 મુજબ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *