04/05/2024

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય મહિલાઓના પ્રતિક ઉપવાસ

0

Updated: Apr 22nd, 2024

Article Content Image

– ભાજપના વિરોધમાં મતદાન કરાવી વિરોધ કરશે

– પુરૂષોત્તમ રૂપાલાના વિરોધમાં સાત દિવસ સુધી અલગ-અલગ ૨૧ બહેનો પ્રતિક ઉપવાસ કરશે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ-૨ ના ભાગરૂપે તેમજ સંકલન સમિતિમાં થયેલ નિર્ણય મુજબ સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે છેલ્લા ઘણાદિવસોથી આવેદનપત્રો, રેલી, ધરણા, સંમેલન સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. તેમ છતાં ભાજપ દ્વારા ટિકિટ રદ્દ ન કરતા પુરૂષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છ.

ે ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા આ આંદોલન પાર્ટ-૨ જાહેર કરી વિવિધ કાર્યક્રમો આપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે શહેરના દાળમીલ રોડ પર આવેલ શક્તિ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસનો પ્રારંભ કર્યો છે. એક અઠવાડીયા સુધી યોજાનાર પ્રતિક ઉપવાસમાં દરરોજ ૨૧ જેટલો મહિલાઓ જોડાશે અને રૂપાલાનો વિરોધ કરશે. 

આ ઉપરાંત લોકસભાની ચુંટણી માટે શહેરી અને બુથ લેવલે ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ભાજપના વિરોધમાં વધુ મતદાન થાય અને ભાજપને નુકશાન પહોંચે તેવા હેતુ સાથે કામગીરી કરશે. પ્રથમ દિવસે પ્રતિક ઉપવાસમાં ૨૧ જેટલી મહિલાઓ જોડાતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *