30/04/2024

કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદમાં હિટ રીલેટેડ સંબંધી ત્રણ હજારથી વધુ કેસ

0

ઝાડા ઉલટીના ૭૨૫ તેમજ ચકકર આવવા તથા બેભાન થઈ પડી જવાના ૬૩૫ જેટલા કેસ

Updated: Apr 17th, 2024

       

 અમદાવાદ,મંગળવાર,16 એપ્રિલ,2024

અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે.હવામાન વિભાગ
દ્વારા શહેરમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.શહેરમાં પંદર દિવસમાં
હિટ રીલેટેડ ઈલનેસ સંબંધી ૩૨૩૦ કેસ નોંધાયા છે.આ પૈકી ઝાડા ઉલટીના ૭૨૫ તેમજ ચકકર
આવવા તથા બેભાન થઈ પડી જવાના ૬૩૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.

હવામાન વિભાગ તરફથી ૧૭ એપ્રિલના રોજ શહેરનું મહત્તમ તાપમાન
૪૧ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી હીટ રીલેટેડ ઈલનેસ સંબંધી કેસમાં સારવાર આપવા શહેરના
તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓ
.આર.એસ.કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે.આ મહિનાના આરંભથી ૧૫
એપ્રિલ સુધીમાં ગરમી સંબંધિત રોજના બસોથી વધુ કેસ નોંધાઈ રહયા છે.મ્યુનિસિપલ તંત્ર
તરફથી બપોરે ૧૨થી ૪ કલાક સુધીના સમયમાં તડકામાં બહાર જવાનુ ટાળવા શહેરીજનોને અપીલ
કરવામાં આવી છે.ટ્રાફિક પોલીસને પચાસ હજાર ઓ.આર.એસ.ના પેકેટ અપાયા છે.તમામ
બિલ્ડર્સ તથા ઈન્ડસ્ટ્રીયલ એસોશિએશનનો સંપર્ક કરી તેમના કર્મચારીઓને ગરમી સામે
રક્ષણ આપવા પુરતી વ્યવસ્થા કરવામા આવી છે.શહેરમાં ૬૩૪ જેટલી પાણીની પરબ ઉપરાંત
એ.એમ.ટી.એસ.
,બી.આર.ટી.એસ.તથા
આશ્રયગૃહોમા પણ પાણીની વ્યવસ્થા કરાઈ છે.મ્યુનિ.સંચાલિત તમામ હોસ્પિટલમાં હીટ
રીલેટેડ ઈલનેસ સંબંધી કેસમાં સારવાર આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.

પંદર દિવસમાં ગરમી સંબંધિત કેટલાં કેસ

બિમારીનો પ્રકાર        કુલ
કેસ

પેટનો દુખાવો  ૧૨૮૮

ઝાડા ઉલટી    ૭૨૫

હાઈ ફીવર      ૪૮૪

માથાનો દુઃખાવો        ૯૮

ચકકર આવવા

બેભાન થઈ જવુ        ૬૩૫

લુ લાગવાના લક્ષણ કયા-કયા 

૧.ગરમીની અળાઈ

૨.ખૂબ પરસેવો થવા અને અશકિત લાગવી

૩.માથાનો દુઃખાવો,ચકકર
આવવા

૪.ચામડી લાલ,સૂકી અને
ગરમ થઈ જવી

૫.સ્નાયુઓમાં દુઃખાવા અને અશકિત આવવી

૬.ઉબકા અને ઉલટી આવવી

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW