04/05/2024

વડોદરામાં શુદ્ધ પાણી માટે વલખા મારતા હરિ કૃપા સોસાયટીના રહેવાસીઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

0

Updated: Mar 29th, 2024


water shortage in vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીમાં ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યા નિરાકરણના આવતા આખરે હરી કૃપા સોસાયટીના રહેવાસીઓએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

 વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક સુવિધાનો ઉમેરો થાય છે ત્યારે વડોદરાના અને કોઈ વિસ્તારોમાં કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ પાણીનો કકળાટ નજરે જોવા મળી રહ્યો છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ ખાતે હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી પાણી નહીં મળતા આખરે માટલા ફોડી, પાણી આપો… પાણી આપો…ના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. માઠી અસર તેઓના ઉપર છે ત્યારે પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધતા દર્શાવતું પાલિકા તંત્ર ઠેકરનાથ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા તેમના માટે પીવાનું ટેન્કરનો બોજો આવી પડ્યો છે. ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિકૃપા સોસાયટીમાં આશરે 35 થી 40 જેટલા મકાનો આવેલ છે. પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દીધું છે પણ કામ પૂર્ણ થતા હજી થોડો સમય લાગે એમ છે.

 ઠેકરનાથ મહાદેવ ખાતે આવેલ હરિ કૃપા સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અનેકો વખત તેમણે સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસરમાં પીવાના પાણી માટે તકરારો તેમજ રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેમના સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવો પડી રહ્યો છે. હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે વડોદરા મહાનગર પાલિકા દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *