03/05/2024

વડોદરામાં વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બે કાર કબજે

0

Updated: Mar 29th, 2024

image : Freepik

liquor in Car at Vadodara : વડોદરામાં વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરથી પીસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી બે કાર બિનવારસી હાલતમાં કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વાઘોડિયા ડભોઇ રીંગરોડ કુબેરેશ્વર મહાદેવ મંદિરની ગલીમાં રણછોડ પાર્ક સોસાયટીની પાસે વિદેશી દારૂ ભરેલી બે કાર પડી છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા બે કાર મળી આવી હતી. કારને લોક માર્યું હોય લોક ખોલી તપાસ કરતા બંને કારની ડીકીમાંથી વિદેશી દારૂની 480 બોટલ કિંમત રૂપિયા 48 હજારની મળી આવી હતી. પોલીસે બંને કાર તથા દારૂ મળીને 3.48 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે કબજે કરેલી સફેદ કાર અવારનવાર વઘોડીયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે પડી રહેતી હતી. જેથી પોલીસે આ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા આરોપીની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *