BREKING NEWS / વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના મોટા માંડવડા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ સંપન્ન

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના મોટા માંડવડા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ સંપન્ન
પ્રધાનમંત્રીશ્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ૩ ચેકડેમ અને ૨ સ્ત્રાવ કુવાથી આસપાસના અનેક ખેડૂતોને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થશે
–—
રુ. ૧૪.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલા ચેકડેમો અને સ્ત્રાવ કુવામાં ચોમાસાના પ્રારંભે જ જળસંગ્રહ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
અમરેલી તા. ૦૮ જુલાઈ,૨૩ (શનિવાર) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાએ સમગ્ર દેશમાં એક નવો જ આયામ સ્થાપિત કર્યો છે. હવે દેશના ખેડૂતોને ખેતીની જમીનમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થતાં પાક ઉત્પાદન વધારવામાં મદદ મળી રહી છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના મોટા માંડવડા ખાતે વિવિધ વિકાસકામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રીશ્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ૩ ચેકડેમ અને ૨ સ્ત્રાવકુવા બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમોની મદદથી આસપાસના અનેક ખેડૂતોને સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થશે. રુ.૧૪.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ચેકડેમો અને સ્ત્રાવ કુવામાં ચોમાસાના પ્રારંભે જ જળસંગ્રહ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાએ જણાવ્યુ હતુ કે, આ ચેકડેમોનું કાર્ય પૂર્ણ થવાથી હવે ખેડૂતોને સિંચાઈના પાણી બાબતે થતી ચિંતા એ ભૂતકાળ બની છે. વધુમાં તેમણે કહ્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની દરેક યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. મોટા માંડવડા ખાતે વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા અને તાલુકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
- Mr Rakesh Chavda
- Team :- Anti Crime News Gujarat
- Team :- ACNG TV
- Contact :- 09104260007
- News Gmails :- AntiCrimeNewsGujarat@Gmail.com
- Web Visit :- WWW.ACNGTV.IN