24/04/2024

વડોદરામાં મિત્રની પત્ની સાથે સંબંધ રાખતા યુવક પર ચાકુથી હુમલો : હાથની આંગળીઓ કપાઈ ગઈ

0

Updated: Apr 2nd, 2024

image : Freepik

Crime Scene in Vadodara : વડોદરામાં ડભોઇ રોડ પર સોમા તળાવ પાસે પ્રેસપોટ રેસિડેન્સીમાં રહેતો જયદીપ કુમાર અંબાલાલ સોલંકી વર્ષ 2020 પહેલા આરટીઓમાં પાકા લાયસન્સ ટેસ્ટ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા મિત્રની પત્ની સાથે અવારનવાર વાતચીત કરતો હતો. છેલ્લા બે અઢી મહિનાથી અમે એકબીજાને નજીક આવેલા અને આ મહિલા સાથે મોબાઇલ ફોન પર તેમજ મેસેજમાં પણ વાતચીત થતી હતી અને અમારી મરજીથી અવારનવાર ગાડી લઈને ફરવા જતા હતા.

ગઈકાલે રાત્રે સવાર નવ વાગે તળાવદર્શન ચાર રસ્તા પાસેથી આ મહિલાને બેસાડીને કારમાં વાતચીત કરતા હતા અને પોણા દસ વાગે તે મહિલાને તેના ઘર ઉપર પાસે ઉતારીને મારી કાર લઈને વાળ કાપવા માટે સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા સલૂનમાં ગયો હતો. સવા દસ વાગ્યે ત્યાં મહિલાનો પતિ ચાકુ લઈને સલુનમાં ઘૂસી આવ્યો હતો અને તું મારી પત્નીને ક્યાં લઈ ફરવા જાય છે તેમ કહી મારા પેટના ભાગે ઘા મારવા જતા. મેં જમણા હાથ વડે ચપ્પુ પકડી લીધું હતું જેથી હાથની આંગળીઓ વચ્ચેના ભાગથી કપાઈ ગઈ હતી. ત્યારબાદ પણ તેને ચપ્પુ વડે હુમલો કરી કમરની ડાબી બાજુ તથા માથા પર ઈજા કરી હતી. તે દરમિયાન તેના મિત્રો રોનક તડવી રહેવાસી દાંડિયા બજાર તથા દર્શન ઠાકુર રહે.રામ નગર અકોટા તથા વિશાલ રમેશભાઈ ચાવડા રહે-દિનેશ મિલની સામે અકોટાએ પણ ભેગા થઈને મને માર માર્યો હતો. દરમિયાન પોલીસનો સ્ટાફ તથા આજુ બાજુના લોકો ભેગા થઈ જતા હુમલખોરો ભાગી ગયા હતા.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW