24/04/2024

રેબીસ ફ્રી શહેર બનાવવાની જાહેરાત વચ્ચે અમદાવાદમાં ૧૪ મહિનામાં ૮૨૧૯૫ લોકોને કૂતરાં કરડયાં

0

આ વર્ષના આરંભે બે મહિનામાં શહેરમાં ૧૪હજારથી વધુ લોકોને કૂતરાં કરડયાં

Updated: Mar 30th, 2024

       

 અમદાવાદ,શનિવાર,30 માર્ચ,2024

અમદાવાદને વર્ષ-૨૦૩૦ સુધીમાં રેબીસ ફ્રી શહેર બનાવવા
મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે.શહેરમાં ૧૪ મહિનામાં ૮૨૧૯૫ લોકોને કૂતરાં
કરડયાં છે.આ વર્ષના આરંભે માત્ર બે મહિનામાં ૧૪૪૦૫ લોકોને કૂતરાં કરડયા
હતા.શહેરમાં અંદાજે ૨.૧૦ લાખ જેટલા કૂતરાં હોવાની સંભાવના છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. ઉપરાંત
એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલ ઉપરાંત પંદર જેટલા અર્બન અને કોમ્યુનિટી હેલ્થ
સેન્ટર ખાતે જે વ્યકિતને કૂતરુ કરડયુ હોય એને એન્ટિ રેબીસ વેકસિન આપવામાં આવે
છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાંથી રખડતા કૂતરાં પકડી તેના ખસીકરણ માટે
પ્રતિ કૂતરાં એજન્સીને રુપિયા ૯૭૬ આપવામાં આવે છે.આમ છતાં કૂતરાં કરડવાના બનાવમાં
ઉત્તરોતર વધી રહયા છે.શહેરીજનો રાત્રિના સમયે વાહન ચાલકોને પણ રખડતા કૂતરાં
કરડવાનો ભય સતત સતાવી રહયો છે.જાન્યુઆરી-૨૪માં ૭૮૨૪ તથા ફેબુ્રઆરી-૨૪માં ૬૫૭૧ કૂતરાં
કરડવાના બનાવ મ્યુનિ.ચોપડે નોંધાયા છે.

વર્ષ-૨૦૨૩માં કૂતરાં કરડવાના કયારે -કેટલા બનાવ?

મહિનો          કુલ
કેસ

જાન્યુઆરી      ૫૭૦૭

ફેબુ્રઆરી      ૫૬૧૫

માર્ચ            ૬૩૨૬

એપ્રિલ         ૪૭૨૫

મે              ૫૭૧૮

જુન            ૫૮૪૬

જૂલાઈ          ૫૮૩૫

ઓગસ્ટ         ૫૨૩૪

સપ્ટેમબર      ૪૯૪૪

ઓકટોબર      ૬૫૨૦

નવેમ્બર        ૫૨૬૦

ડિસેમ્બર        ૬૦૬૦

કુલ             ૬૭૭૯૦

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW