24/04/2024

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં શેષ ફી વધારાના ઠરાવનો અમલ નહીં થતાં 1 કરોડનું નુકશાન

0

Updated: Mar 31st, 2024

– વહિવટદારે ગત વર્ષે ઠરાવ કર્યો પણ અગમ્ય કારણોસર અમલવારી ન થઇ

– વર્ષોથી 50 પૈસાના સ્થાને 70 પૈસા શેષ ફી થઇ ચુકી છે ત્યારે 1 લી એપ્રિલથી અમલ કરવા ડિરેક્ટરની રજૂઆત

ભાવનગર : ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં અગાઉ વહિવટદાર નિમાયેલ જે સમયે શેષ ફીમાં ૨૦ પૈસાનો વધારો કરી ૫૦ પૈસાના સ્થાને ૭૦ પૈસા શેષ ફી કરવા ૧૧-૩-૨૩ના રોજ ઠરાવ કર્યો હતો અને સુધારા બાદ ૧-૪-૨૩થી અમલ કરાવવાનો હતો પરંતુ અગમ્ય કારણોસર આ અમલવારી ન થઇ શકતા હાલ એક વર્ષમાં એક કરોડની આવક યાર્ડે ગુમાવી હતી. જો કે, આગામી ૧-૪થી આ સુધારા શેષ ફીની અમલવારી કરવા ડિરેક્ટર દ્વારા યાર્ડના ચેરમેનને રજૂઆત કરાઇ છે.

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં અગાઉ અને હાલમાં સેકંડે ૦.૫૦ પૈસા માર્કેટ શેષ ફી તથા યુઝર ચાર્જ લેવામાં આવે છે. જો કે, કાયદા પ્રમાણે સેકંડે રૂા.૨/૦૦ સુધી લઇ શકાય છે. જો કે, બજાર સમિતિના જે-તે સમયના વહિવટદાર દ્વારા ૧૫-૩-૨૩ના રોજ ઠરાવ કરી ૦.૫૦ના સ્થાને ૦.૭૦ પૈસા શેષ ફીનો ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઠરાવના આધારે પેટા નિયમ સુધારા નમુના-૪માં તા.૨૩-૩-૨૩ના રોજ સુધારો મંજૂર કરવામાં આવેલ અને તા.૧-૪-૨૩ થી અત્યાર સુધીની અંદાજીત શેષ ફી રૂા.૨.૫૦ કરોડ થવા પામે છે. પરંતુ આ ઠરાવનો અમલ અગમ્ય કારણોસર વહિવટદાર દ્વારા નહીં કરાતા સંસ્થાને એક કરોડની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. જો કે, આ આવકથી યાર્ડની વિવિધ પ્રાથમિક જરૂરીયાત અને વિકાસલક્ષી કામોમાં ઉપયોગી બને છે. પરંતુ અણઆવડતના કારણે આ નુકશાની યાર્ડને સહન કરવી પડી છે. જ્યારે હાલ ચૂંટાયેલ બોર્ડ અસ્તિત્વમાં છે અને ૧૫-૩-૨૩નો ઠરાવ પણ થઇ ચુકેલ છે ત્યારે તા.૧-૪-૨૪થી આ ઠરાવનું અમલીકરણ કરી સેકંડે ૦.૭૦ પૈસા લેખી શેષ ફી અને યુઝર ચાર્જ વસુલ કરવામાં આવે તેવી રજૂઆત ડિરેક્ટર માર્કેટીંગ યાર્ડ ભીખાભાઇ જાજડીયાએ ચેરમેન, ઇન્ચાર્જ સેક્રેટરીને કરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW