24/04/2024

ભાજપના કાર્યક્રતાઓમાં વિવાદ થતા જિલ્લા પ્રભારી હકુભા જાડેજા અમરેલી જવા રવાના

0

  • ભાજપની સુરેન્દ્રનગર, રાજકોટ બાદ અમરેલી બેઠક વિવાદમાં
  • ઉમેદવાર બદલવાની માંગ ઉગ્ર થયા બાદ ભાજપ હરકતમાં
  • વિવાદીત કાર્યક્રતાઓ સામે ભાજપ પક્ષ લઈ શકે છે પગલાં

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાતા જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે અને ઉમેદવારોને બદલવાની માંગ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક ગણાતી અમરેલી બેઠક પર ભાજપે આ વખતે વર્તમાન સાંસદ નારણ કાછડીયાની ટિકિટ કાપી નાખી છે. ભાજપે તેમની જગ્યાએ ભરત સુતરીયાને ટિકિટ આપી છે. જેથી અમરેલી ભાજપમાં જૂથવાદ સર્જાયો છે. ભાજપના જ કેટલાક નેતાઓ અને કાર્યકરો ભરત સુતરીયાને બદલવાની માંગ કરી રહ્યા છે.આ મામલે ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને મારામારીના દશ્યો પણ સર્જાયા હતા.

હકુભા જાડેજા અમરેલી જવા નિકળ્યા

અમરેલીમાં ભાજપના ઉમેદવારો સામસામે આવી જતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો,ભરત સુતરીયાને ટિકિટ આપતા કાર્યક્રતાઓ તેમજ મોટા નેતાઓમાં નારાજગી જોવા મળી છે.આ સમગ્ર ઘટનાને લઈ કાર્યક્રતાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને એ હદે મારામારી થઈ કે તમામને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,અમરેલી જિલ્લાના પ્રભારી હકુભા જાડેજા સમગ્ર ઘટનાને લઈ રિપોર્ટ લેવા અમરેલી નિકળ્યા છે.પ્રદેશ તરફથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવાનો પણ આદેશ કરાયો છે.જે પણ કાર્યકર્તા કે નેતાઓ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા હશે તેમની સામે કડક પગલાં લેવા ભાજપ પાર્ટી મૂડમાં છે.

બન્ને નેતાઓને મળ્યો ઠપકો

સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના સમર્થકો વચ્ચે થઈ ગઈકાલે રાતે જોરદાર બબાલ થઈ હતી.સાંસદ અને ધારાસભ્યના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કેટલાક કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓના ટોળેટોળાં હોસ્પિટલમાં ઉમટી પડયા હતા. તો પોલીસનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. આ વાત છેક દિલ્હી સુધી પહોંચી છે. તો ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ કહી દીધું છે કે જેને જે કરવું હોય એ કરે પણ ઉમેદવાર બદલવામાં આવશે નહીં.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW