24/04/2024

બોરસદ ચોકડી પરના બ્રિજની કલરફૂલ થીમ આકર્ષણનું કેન્દ્ર

0

Updated: Mar 31st, 2024

– સુંદરણાના યુવકની ટીમે 4 મહિનામાં સુશોભિત કર્યો

– ભગવાન રામનું ચિત્ર સેલ્ફી પોઇન્ટ બન્યું  બ્રિજ નીચે ભક્તિમય માહોલ સર્જાયો

આણંદ : આણંદ બોરસદ ચોકડી પર નવનિર્મિત બ્રિજ વડોદરા તથા અમદાવાદની જેમ કલરફુલ થીમને લઈ લોકોના આર્કષણનું કેન્દ્ર બન્યો છે. ભારત સ્વચ્છ અભિયાન અંતર્ગત મુળ મધ્યપ્રદેશના ઈન્દોરથી શરુ થઈને અમદાવાદ તથા વડોદરાના નવનિર્મિત બ્રિજના લોકાર્પણ બાદ આણંદમાં બ્રિજને નવોલૂક આપવામાં આવ્યો છે. ચાર માસની મહેનત બાદ આણંદ બ્રિજ નવરંગોથી શોભી ઉઠયો છે. આ કલરફુલ બ્રિજ નીચે પિક્ચર લેવા આણંદની જનતા રાત્રીના સમયે ફોટો શુટ કરતી નજરે પડી છે.

આણંદની બોરસદ ચોકડીએ બ્રિજનું લોકાર્પણ બાદ આણંદ જિલ્લા કલેક્ટર અને નગરપાલિકા દ્વારા તેને વધુ સુંદર બનાવવા માટે થીમો માટે સંશોધન કરવામાં આવ્યું હતુ. જેમાં મુળ સુંદરણા ગામે રહેતા વિદ્યાનગરમાંથી ફાઈનઆર્ટસનો અભ્યાસ પૂર્ણ કરી ધુ્રવ ઠક્કર અને તેમની ટીમ દ્વારા ભારત સ્વછતા અભિયાન અતર્ગત ચાર વર્ષ પહેલા પ્રથમ મધ્યપ્રદેશના ઈન્દોર સીટીમાં બ્રિજ પર અને ખાલી જગ્યાઓ પર થીમોને આધારે પેઈન્ટીંગની શરુઆત કરી હતી. જેને લઈ તેઓએ આણંદ જિલ્લા કલેક્ટર અને નગરપાલિકાની સાથે બ્રિજના પિલ્લર અને આસપાસ પેઈન્ટિંગ થિમ પર વિચાર કર્યો હતો. ત્યાર બાદ અવકૂડા ગ્રાન્ટમાંથી આણંદના બોરસદ ચોકડી પાસેના બ્રિજને રામ જન્મભૂમિની થીમ પર આધારીત રંગોથી સુશોભિત કરવામાં આવ્યો છે. પિલ્લરોને માત્ર ચાર દિવસમાં જ આખરી ઓપ આપી દેવાયો હતો,પરંતુ આખા બ્રિજને કલરથી સુશોભિત કરવામાં ચાર માસ જેટલો સમય લાગ્યો છે. હાલ આણંદવાસીઓ આ બ્રિજની નીચેની થીમ પર અને આસપાસના રંગબેરંગી કલરોને બેકગ્રાઉન્ડ બનાવી ફોટો શુટ કરતા નજરે પડે છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW