24/04/2024

‘કેટ’માં 21,856 વિદ્યાર્થીઓ હાજર, 20,478 એ ‘જ્ઞાનસાધના’ કસોટી આપી

0

Updated: Mar 31st, 2024

– રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.5 અને ધો. 8 ના વિદ્યાર્થીઓ માટે યોજાઇ અલગ-અલગ પરીક્ષા

– જિલ્લાના 113 કેન્દ્રો પર કેટમાં 8416 અને જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષામાં 6329 છાત્રો ગેરહાજર

ભાવનગર : ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધો.૬માં રેસીડેન્સીયલ સ્કુલ ઓફ એક્સલન્સમાં પ્રવેશ મેળવી શકે તે માટે આજરોજ કેટની સાથો સાથ ધો.૮ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સરકારની યોજના જ્ઞાનસાધના કસોટી પણ યોજાઇ હતી. બન્ને પરીક્ષાને લઇ ભાવનગર જિલ્લામાં અંદાજે ૫૬ હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં કેટ પરીક્ષામાં ૨૧,૮૫૬ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષામાં ૨૦,૪૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આર્થિક સહાયના ભાગરૂપે ગત વર્ષથી બે યોજના અમલી બનાવાઈ જોકે બન્ને યોજના મેરીટના આધારે લાભાન્વિત બને છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. ૫ના વિદ્યાર્થી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે કુલ ૩૦,૨૭૨ વિદ્યાર્થી પરીક્ષામાં નોંધાયા છે. આ પરીક્ષા જિલ્લાભરના કુલ ૧૧૩ કેન્દ્રો પર લેવામાં આવી હતી. સરકારી ગ્રાન્ટેડ અને આર.ટી.ઈ.ના વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષા સવારે ૧૦.૩૦ થી ૧ દરમ્યાન ૧૨૦ માર્ક્સની ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવી હતી. જેમાં ૩૦,૨૭૨ વિદ્યાર્થીમાંથી ૮,૪૧૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં. જ્યારે ૨૧,૮૫૬ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક આ પરીક્ષા આપી હતી. હવે તેના મેરીટના આધારે જ્ઞાાનશક્તિ રેસિડેન્સીયલ સ્કુલ, રેસીડેન્સ સ્કુલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કુલમાં પ્રવેશ મેળવી કારકીર્દી ઘડી શકશે. આ ઉપરાંત સરકારી, ગ્રાન્ટેડ અને આર.ટી.ઈ.ના ધો. ૮ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના સ્કોલર્શીપ યોજનાની પણ પરીક્ષા આજરોજ લેવાઇ હતી. ભાવનગર જિલ્લામાં કુલ ૨૫૫૫૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જિલ્લાભરના ૧૦૮ પરીક્ષા કેન્દ્રો પર બપોરે ૩થી ૫.૩૦ દરમ્યાન પરીક્ષા લેવામાં આવી હતી. જે ૧૨૦ ગુણની આ કસોટી સંપૂર્ણ ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવી હતી. આ પરીક્ષામાં નોંધાયેલ ૨૬,૮૦૭ વિદ્યાર્થીઓમાંથી ૬,૩૨૯ વિદ્યાર્થી ગેરહાજર અને ૨૦,૪૭૮ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા આપી હતી. જેના મેરીટના આધારે સ્કોલર્શીપ સીધી વિદ્યાર્થીના ખાતામાં ફાળવવામાં આવશે. આમ કેટની અને જ્ઞાનસાધનાની પરીક્ષા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની નિગરાનીમાં શાંતિમય રીતે પૂર્ણ થઇ હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW