24/04/2024

અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને બદલાવાને લઈ લાગ્યા પોસ્ટર

0

  • દેવળા ગામે લોકસભા ભાજપના ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર
  • ભાજપના ઉમેદવાર બદલો લી. અમરેલીનો અવાજ
  • આ પ્રકારના પોસ્ટર લાગતા મોટા વિવાદના એંધાણ

ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.એક બાદ એક ઉમેદવારોના નામને લઈ વિરોધ થઈ રહ્યાં છે,પહેલા સાબરકાંઠા અને ત્યારબાદ હવે અમરેલીના ઉમેદવાર ભરત સુતરીયાને લઈ સ્થાનિકોની નારાજગી સામે આવી છે.અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ભરત સુતરીયા વિરોધને લઈ પોસ્ટર લાગ્યા છે.

પોસ્ટરમાં શું લખ્યું છે

અમરેલીના દેવળા ગામે સ્થાનિકો દ્વારા ભાજપના ઉમેદવાર બદલો તેવો સૂર ઉઠયો છે,જે પોસ્ટર છે તેમાં લખાણ કરવામાં આવ્યું છે કે સમ ખાઈને કેજો ભરત સુતરીયા ચાલે કે ના ચાલે,આ ભરત સુતરિયા 4 પાસ છે તેમને બદલો તેવું લખાણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. ભરત સુતરિયાની વાત કરીએ તો તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. જિલ્લા પંચાયતમાં અકાળા બેઠક ઉપરથી ચૂંટાયા છે અને તેમને પક્ષે નારણ કાછડિયાનાની ટિકિટ કાપીને આમને ટિકિટ આપી છે. તેઓ ધોરણ 10 પાસ છે અને વર્તમાન સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરત સુતરીયા વર્ષ 1991થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા.

ભરત સુતરીયા સામે કોગ્રેસમાંથી જેની ઠુમ્મર

શિક્ષિત મહિલા નેતા જેની ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, પ્રથમ વખત જિલ્લા પંચાયતના સભ્ય બનવાની સાથે જેની ઠુંમરના હાથમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પણ આવ્યું હતું. અઢી વર્ષ સુધી મહિલા પ્રમુખ તરીકે જેની ઠુમરે અમરેલી જિલ્લા પંચાયતનો વહીવટ પણ સંભાળ્યો હતો. વારસામાં મળેલા રાજકારણને કારણે જેની ઠુંમર આજે રાજકીય રીતે એક પરિપકવ નેતા તરીકે અમરેલી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે, જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં પણ ગજબની લોકચાહના છે.

 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW