24/04/2024

30 મીએ ‘કેટ’, ‘જ્ઞાનસાધના’ કસોટી, 56 હજારથી વધુ છાત્રો આપશે પરીક્ષા

0

Updated: Mar 28th, 2024

– રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો. 5 અને ધો.8 ના વિદ્યાર્થીઓ માટે લેવાશે પરીક્ષા

– કેટમાં 30,504, જ્ઞાનસાધનામાં 25,551 પરીક્ષાર્થી નોંધાયા : જિલ્લાના 113 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

ભાવનગર : ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધો.૬માં રેસીડેન્સીયલ સ્કુલ ઓફ એક્સલન્સમાં પ્રવેશ મેળવી શકે તે માટે આગામી તા.૩૦ના રોજ કેટ યોજાશે. તો આ જ દિવસે ધો.૮ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સરકારની યોજના જ્ઞાનસાધના કસોટી પણ યોજાશે. બન્ને પરીક્ષાને લઇ ભાવનગર જિલ્લામાં અંદાજે ૫૬ હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. 

પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આર્થિક સહાયના ભાગરૂપે ગત વર્ષથી બે યોજના અમલી બનાવાઈ જોકે બન્ને યોજના મેરીટના આધારે લાભાન્વિત બને છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. ૫ના વિદ્યાર્થી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષાનું આયોજન તા. ૩૦ માર્ચના રોજ કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કુલ ૩૦૫૦૪ વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ પરીક્ષા જિલ્લાભરના કુલ ૧૧૩ કેન્દ્રો પર લેવામાં આવશે. સરકારી ગ્રાન્ટેડ અને આર.ટી.ઈ.ના વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષા સવારે ૧૦.૩૦ થી ૧ દરમ્યાન ૧૨૦ માર્ક્સની ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવશે જેના મેરીટના આધારે જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કુલ, રેસીડેન્સ સ્કુલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કુલમાં પ્રવેશ મેળવી કારકીર્દી ઘડી શકશે. આ ઉપરાંત સરકારી, ગ્રાન્ટેડ અને આર.ટી.ઈ.ના ધો. ૮ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના સ્કોલર્શીપ યોજનાની પણ પરીક્ષા તા. ૩૦ના રોજ લેવાનું આયોજન કરાયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ૨૫૫૫૧ વિદ્યાર્થીઓ જિલ્લાભરના ૧૦૮ પરીક્ષા કેન્દ્રો પર બપોરે ૩થી ૫.૩૦ દરમ્યાન પરીક્ષા આપશે જેનો પ્રશ્ન પત્ર પણ ૧૨૦ ગુણનો રહેશે. જે સંપૂર્ણ ઓ.એમ.આર. પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. જેના મેરીટના આધારે સ્કોલર્શીપ સીધી ખાતામાં ફાળવવામાં આવશે. આમ કેટની અને જ્ઞાનસાધનાની પરીક્ષાને લઈ જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW