24/04/2024

ઠાસરામાં ચૂંટણીની તાલિમ વખતે હાર્ટએટેકના લીધે આચાર્યનું મોત

0

Updated: Mar 28th, 2024

– શિક્ષણ સાથે ચૂંટણીની કામગીરી કરતા શિક્ષકોમાં રોષ

– સૈયાત ઉ.બુ. હાઈસ્કૂલના પ્રિન્સિપાલને રખિયાલ શાળાના સ્થળ સંચાલકની ફરજ સોંપાઈ હતી

ડાકોર : ઠાસરાની હાઈસ્કૂલમાં ચૂંટણીની કામગીરીની તાલિમ વખતે ઉ.બુ. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને રખિયાલની શાળાના સ્થળ સંચાલકનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું. 

ઉનાળાના હિટવેવમાં પેપર ચકાસણી અને લોકસભાની ચૂંટણીની કામગીરી એકસાથે કરાવવા સામે ઉચ્ચતર બુનિયાદી સહિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોએ વિરોધ વચ્ચે લોકસભાની ચૂંટણીની કામગીરીની તાલીમ માટે ઠાસરા પ્રાંત અધિકારીએ ઠાસરા ધી જે.એમ. દેસાઈ હાઈસ્કૂલમાં મિટિંગ બોલાવી હતી. જ્યાં સામરખાના રહેવાસી અને સૈયાત ઉચ્ચતર બુનિયાદી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પિનાકિનભાઈ મેકવાનને રખિયાલ ખાતે આવેલી શાળાના સ્થળ સંચાલક તરીકે તા. ૨૬/૨/૨૦૨૪થી ફરજ સોંપવામાં આવી છે. ત્યારે તેઓ પણ આ ચૂંટણીની કામગીરીની તાલિમ માટે હાજર હતા. ચૂંટણી પ્રિસાઈડિંગની તાલીમ દરમિયાન બપોરે શિક્ષક પિનાકિનભાઈને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. ત્યારે ૧૦૮ એમ્બ્યૂલન્સ મારફતે તેમને ઠાસરા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

જ્યાં સારવાર દરમિયાન શિક્ષક પિનાકિનભાઈ મેકવાનનું મૃત્યુ થયું હતું. ઉચ્ચતર બુનિયાદી હાઈસ્કૂલના પ્રિન્સિપાલનું ચૂંટણી કામગીરી દરમિયાન હૃદય રોગના હુમલાથી મૃત્યુ થતા શિક્ષણની કામગીરી સાથે ચૂંટણીની કામગીરી કરી રહેલા શિક્ષકોમાં રોષની લાગણી પ્રવર્તિ રહી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW