24/04/2024

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી અનાજ-કરિયાણા, મીઠાઈ-ફરસાણ સહિતની ત્રણ દુકાનોને નિશાન બનાવતા તસ્કરો

0

Updated: Mar 27th, 2024


– એક વર્ષ દરમિયાન સતત ત્રીજી વખત ત્રણેય દુકાનોને ટાર્ગેટ બનાવતા તસ્કરો: પોલીસ તંત્ર દોડતું થયું

– રેલવેના ભાડા પટ્ટા પર આવેલી ત્રણેય દુકાનોમાં પાકી છત ન હોવાના કારણે તસ્કરો દ્વારા વારંવાર હાથફેરો

જામનગર,તા.27 માર્ચ 2024,બુધવાર

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ડીએસપી બંગલાના પાછળના ભાગના વિસ્તારમાં ગઈ રાત્રે એકીસાથે ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી લેતાં ભારે દોડધામ થઈ છે, અને પોલીસ તંત્રની કવાયત વધી ગઈ છે. ઉપરોક્ત ત્રણેય દુકાનો કે જે રેલવે તંત્રના ભાડા પટ્ટામાં છે, અને પાકી છત ન હોવાથી તસ્કરોએ એક વર્ષ દરમિયાન ત્રીજી વખત ટાર્ગેટ બનાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એક અનાજ કરીયાણાંની દુકાન તેમાં તેની બાજુમાં જ આવેલી મીઠાઈ-ફરસાણની દુકાન સહિત એકીસાથે ત્રણ દુકાનોને ગઈ રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી.

દુકાનની પાકી છત ન હોવાથી પતરા હોવાના કારણે દુકાનના પતરા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને દુકાનમાં રહેલો અનાજ કરિયાણાં-મીઠાઈ ફરસાણ સહિતનો માલ સામાન રફેદફે કર્યો હતો, પરંતુ વેપારીઓ દ્વારા કોઈ રોકડ રકમ રાખવામાં આવી ન હોવાથી તસ્કરો કોઈ મોટી રકમ લઈ જવામાં સફળ થયા ન હતા.

આજે વહેલી સવારે દુકાન ખોલતી વખતે વેપારીઓને ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સીસીટીવી કેમેરા વગેરેની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ઉપરોક્ત ત્રણેય દુકાનો કે જેને આજથી એક વર્ષ પહેલાં નિશાન બનાવાઈ હતી, ત્યારબાદ આજથી ચાર માસ પહેલાં પણ આ જ ત્રણેય દુકાનોમાં ચોરી થઈ હતી, અને સતત ત્રીજીવાર દુકાનને નિશાન બનાવી છે. રેલવે તંત્ર પાસે આ ત્રણેય દુકાનો ભાડા પટ્ટામાં હોવાથી પાકી છત ન હોવાના કારણે સતત ટાર્ગેટ કરી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW