24/04/2024

રંગોત્સવઃ મંદિરોમાં ફૂલદોલોત્સવ, ક્લબોમાં રેઈનડાન્સના આયોજન

0

આજે ઉલ્લાસના રંગ સાથે ધૂળેટીની ઉજવણી

દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં સેંકડો ભક્તો ઉમટી પડશે : હોલિકા દહન સાથે હોળાષ્ટકની સમાપ્તિ

Updated: Mar 25th, 2024


Holi 2024: અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે રંગોના પર્વ ધૂળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ધૂળેટી નિમિત્તે પાર્ટીપ્લોટ, ક્લબમાં રેઈન ડાન્સ-ડીજે પાર્ટી સહિતના આયોજન કરવામાં આવ્યા છે. આમ, આજે ઉત્સાહનું રંગભરેલું વાતાવારણ જોવા મળશે.

ધૂળેટીના પર્વ નિમિત્તે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર

ધૂળેટીના પર્વ નિમિત્તે આજે મંદિરોમાં ફૂલદોલોત્સવ સહિતના આયોજન કરવામાં આવ્યા છે. અમદાવાદના ઈસ્કોન મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, મેમનગર ગુરૂકુળ, કલ્યાણ પુષ્ટિ હવેલી, ભાડજ હરે કૃષ્ણ મંદિર, મણિનગર ગાદી સંસ્થાનમાં ધૂળેટીમાં ફૂલદોલોત્સવ ઉજવણી નિમિત્તે હજારો કિલો ફૂલ મગાવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે સવારે 7:45 થી 8:30 દરમિયાન સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવાશે અને કેશુડાના જળથી છંટકાવ કરાશે. આવતીકાલે ડાકોર, દ્વારકા, શામળાજી મંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે.

પાર્ટી પ્લોટ-ક્લબમાં ડીજે સાથે રેઈન ડાન્સનું આયોજન 

બીજી તરફ ધૂળેટીના આયોજન માટે વિવિધ સોસાયટી, ક્લબ, પાર્ટી પ્લોટ પણ સજ્જ થઈ ગયા છે. પાર્ટી પ્લોટ-ક્લબમાં ડીજે સાથે રેઈન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાકીદે તબીબી સહાય મળે તેના માટે ક્લબ-પાર્ટી પ્લોટમાં 108 તેમજ ડોક્ટરની ખાસ ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કલરથી ચામડી કે આંખ ઉપર કોઈ આડઅસર થાય નહીં તેના માટે તકેદારી રાખવા ડોક્ટરો દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. ઈમરજન્સી સેવા 108 ના અનુમાન અનુસાર ગત વર્ષ કરતાં આ વખતે ધૂળટીમાં ઈમરજન્સીના કેસમાં 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને પરીક્ષાઓને પગલે આ વખતે પિચકારી- વિવિધ કલરો અને ગુલાલનું વેચાણ ગત વર્ષ કરતાં સામાન્ય રહ્યું છે. રવિવારે હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થઈ છે.

હોળીની જ્વાળાની દિશા પરથી આંકવામાં આવે છે ભવિષ્ય 

હોળી પ્રાગટ્ય બાદ હોળીની જ્વાળાની દિશા પરથી આવનારા સમયનો વરતારો કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે હોળી ની જ્વાળા આ વખતે આકાશ તરફ જતી જણાઈ જે અનુસાર વર્તમાન ચૂંટણી સંજોગો ખૂબ ગળાકાપ, તીવ્ર સ્પર્ધાત્મક રહે તેવી ધારણા સાથે ચૂંટણી પરિણામ પણ અચરજ પમાડી શકે તેવું અનુમાન આવી શકે છે. સામાન્ય જાણકારી મુજબ હોળીની જ્વાલા આકાશ તરફ જાય તોં અનુમાન થાય છે કે પ્રદેશમાં દ્વેષ કે યુદ્ધ જેવી કપરી સ્થિતિ આવી શકે તેવી સંભાવના છે. કેટલાક પ્રાંતમાં હોળીની જવાળા કઈ દિશામાં છે તે મુજબ સ્થિતિ અલગ હોઈ શકે સામાન્ય રીતે હોળીની જ્વાળા મુજબ પવન, વરસાદ, ગરમી, ઠંડી, રોગચાળો ખેતી જેવી બાબતનો પ્રાંતીય અભ્યાસ કેટલાક પ્રાંતમાં થતો જોવા મળે છે. Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW