24/04/2024

ભાજપના તમામ 26 ઉમેદવારોની યાદી જાહેર : ગુજરાતમાં નવા છ ઉમેદવાર મેદાને, વડોદરા અને સાબરકાંઠા બેઠક પર જાણો કોણ લડશે ચૂંટણી

0

Updated: Mar 25th, 2024


BJP Candidates List : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં બોલીવુડ અભિનેત્રી કંગના રણૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે. આ યાદીમાં ભાજપે ગુજરાતના બાકી છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા છે. આમ, ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરીને જાહેરાત પણ કરી દીધી છે.

ગુજરાતમાં ભાજપના વધુ છ ઉમેદવારોના નામ જાહેર

  1. મહેસાણા – હરિભાઈ પટેલ
  2. સાબરકાંઠા – શોભનાબેન બારૈયા
  3. સુરેન્દ્રનગર – ચંદુભાઈ શિહોરા
  4. જૂનાગઢ – રાજેશભાઈ ચુડાસમા
  5. અમરેલી – ભરતભાઈ સુતારિયા
  6. વડોદરા – હેમાંગ જોશી

ગુજરાત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી

ભાજપે કર્યું 402 ઉમેદવારોનું એલાન

જણાવી દઈએ કે, ભાજપની પહેલી યાદીમાં 195, બીજીમાં 72, ત્રીજીમાં 9 અને ચોથી યાદીમાં 15 ઉમેદાવારોના નામની જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે પાંચમી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. આમ ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારોનું એલાન કર્યું છે.

કોંગ્રેસે કુલ 185 ઉમેદવારના નામ જાહેર કર્યા

જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવાર, ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર અને ચોથી યાદીમાં 45 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આમ કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ અપાઈ છે. જ્યારે વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે અજય રાયને ઉતારાયા છે.

દેશમાં 543 બેઠકો પર 7 તબક્કામાં ચૂંટણી થશે

ભારતના ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર 7 તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કરાઈ ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024એ થશે, જ્યારે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે 4 જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW