24/04/2024

ભાજપમાં ઉમેદવારો સામે અંદરો અંદર આંતરિક અસંતોષ, હજુ ઘણાં નામ બદલાય તેવી શક્યતા

0


Lok Sabha Elections 2024: વડોદરા અને સાબરકાંઠા બેઠક પરથી ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવા સ્વૈચ્છિક રીતે ના પાડી દીધી છે ત્યાં આણંદ બેઠક પર પણ કકળાટ જામ્યો છે. ફરી ટિકિટ આપતાં ભાજપના સ્થાનિક નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે જેના પગલે મોડી રાત્રે તેડુ આવતાં ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ દિલ્હી દોડ્યા છે. આ કારણોસર હવે આણંદ બેઠક પર પણ ભાજપ ઉમેદવાર બદલે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.

બે-ચાર બેઠકો પર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતી

ભાજપ હાઈકમાન્ડે અત્યાર સુધીમાં કુલ મળીને ગુજરાતમાં 22 ઉમેદવારોના નામોની ઘોષણા કરી છે. તેમાં ય હવે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારોએ ચૂંટણી લડવા ઈન્કાર કર્યો છે જેના પગલે હવે કોને ટિકિટ આપશે તે અંગે રાજકીય અટકળો થવા માંડી છે. આ ઉપરાંત અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણામાં હજુ ભાજપ ઉમેદવાર શોધી શકી નથી. ઉમેદવારની પસંદગીને લઈને કોકડુ હજુ ઉકેલાયુ નથી. ત્યાં અન્ય બે-ચાર બેઠકો પર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતી નિર્માણ થઈ છે.

ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને તેડુ આવ્યુ

શુક્રવારે મોડી રાતે આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને તેડુ આવ્યુ હતું જેના પગલે તેઓ દિલ્હી હાઇકમાન્ડના દરબારમાં હાજર થયા હતાં. ફરી એક વાર મિતેષ પટેલને ટિકિટ અપાતા સ્થાનિક નેતા નારાજ થયા છે. અસંતુષ્ટોએ દિલ્હી સુધી રજૂઆત કરી મિતેષ પટેલ વિરૂધ્ધ ચિઠ્ઠો ખોલ્યો છે. જોકે, એવી ચર્ચા છેકે, દિલ્હીમાં શું રંધાયુ તેનો ખુલાસો થઇ શક્યો નથી પણ મિતેષ પટેલને દાવું છેકે, એણંદ બેઠક પર તેઓ જ ચૂંટણી લડશે. હાઈકમાન્ડ ઉમેદવારમાં કોઈ બદલાવ કરશે નહીં.

મહેસાણામાં કોને ટિકિટ મળશે ? બાયોડેટા મંગાવાયા, દાવેદારો કમલમ દોડ્યાં

મહેસાણા બેઠક પર ભાજપને ઉમેદવાર મળતો નથી. આ બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ચૂક્યા છે. આ બેઠકના પ્રબળ દાવેદાર નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી મેદાન છોડ્યુ છે. આમ છતાંય મહેસાણામાં કોને ટિકિટ આપવીને તે અંગે મૂંઝવણ છે. એવી માહિતી મળી છેકે, દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની  બેઠક મળવા જઈ રહી છે તે દરમિયાન ગુજરાત ભાજપે મહેસાણા બેઠક માટે બાયોડેટા મંગાવ્યા છે. લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો બાયોડેટા લઇ કમલમ દોડ્યા છે. આઉપરાંત રાજકીય ગોડફાધરોનાનિવાસસ્થાને આંટાફેરા શરૂ કર્યા છે. આમ, મહેસાણામાં ફરી એકવાર ઉમેદવારની શોધખોળ આદરવામાં આવી છે.

વલસાડમાં બબાલ, ઉમેદવાર ધવલ પટેલને બદલો

વલસાડમાં સાંસદ કે.સી પટેલને ઘેર બેસાડી ભાજપે ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે પણ નામની જાહેરાત થતાં જ સ્થાનિક નેતા-કાર્યકરો ભડક્યા છે. સ્થાનિક ભાજપના નેતાઓ કહી રહ્યા છેકે, અમે ધવલ પટેલને ઓળખતાય નથી. પ્રચારમાં ધવલ પટેલે ઓળખ આપવી પડે છે. ધવલ પટેલ વિરુધ્ધ એવો રોષ પ્રવર્તી રહ્યો છેકે, પત્રિકાવોર જામ્યો છે. વલસાડ બેઠક પર પણ આયાતી હોવાના નાતે ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે. હવે આ બેઠક પર પણ અસંતુષ્ટોનો રોષ ઠારવા માટે ભાજપ ડેમેજકંટ્રોલ કરવા મથામણ કરી રહ્યું છે.

જૂનાગઢમાં ગીતા માલમ ડાર્ક હોર્સ બની શકે છે

જૂનાગઢ બેઠક પર કોને ચૂંટણી મેદાને ઉતારવા એ ભાજપ હાઈકમાન્ડ હજુ નક્કી કરી શક્યુ નથી. આ જોતાં આ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત વિલંબમાં મૂકાઈ છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની વિદાય લગભગ નક્કી છે. ડો.ચગ આત્મહત્યા કેસ રાજેશ ચુડાસમાને નડી શકે છે. જૂનાગઢ બેઠક પર દાવેદારોની લાઈન છે ત્યારે આ બેઠક પર ભાજપ ગીતાબેન માલમને ટિકિટ આપે તેવી સંભાવના છે.

હજુ ‘મારે ચૂંટણી નથી લડવી’એવુ ટ્વિટ આવશે 

સાબરકાંઠા-વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ ટિવટ કરીને ચૂંટણી નહી લડવા એલાન કર્યું છે. જે રીતે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ વકર્યો છે. એટલું જ નહીં, અસંતોષની જવાળા ભભૂકી છે તે જોતાં ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યા છેકે નામો જાહેર થયા બાદ પણ આગામી દિવસોમાં હજુ મારે ચૂંટણી લડવી નથી તેવુ ટ્વિટ આવે તો નવાઈ નહી. ભાજપના કાર્યકરો જોકે, ‘હું ચૂંટણી નહીં લડું’, એવું ટ્વીટ આવે નહીં એવી આશા રાખી રહ્યા છે.Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW