24/04/2024

ગોહિલવાડમાં આજે સાંજે ચોમેર પરંપરાગત રીતે હોલિકા દહન થશે

0

Updated: Mar 24th, 2024

– ભદ્રા અને ચંદ્રગ્રહણનો સાયો હોવાથી 

– હોળાષ્ટકના સમાપન સાથે માંગલિક કાર્યોનો ફરી ધમધમાટ વધશે, અંતિમ તબક્કાની ખરીદીમાં ઉછાળો

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગોહિલવાડમાં આવતીકાલ તા.૨૪ ને રવિવારે અધર્મ પર ધર્મના વિજયના ઉત્સવ હોળીના તહેવારની પરંપરાગત રીતે હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાશે. શનિવારે અનેક સ્થળોએ કમળા હોળીની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે હોળિકા દહન પર ભદ્રા અને ચંદ્રગ્રહણનો સાયો હોવાથી ૨૧ મી સદીમાં સર્વપ્રથમવાર આ વખતે આજે રવિવારે શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ હોલિકાદહન મધ્યરાત્રિએ થશે.હોળિકાદહનની સાથે હોળાષ્ટકનું સમાપન થતા ફરી વખત આવતીકાલ સોમવારે ધૂળેટીના અવસરથી ગોહિલવાડમાં ફરી માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.

ર૦૨૪ ના વર્ષના હોલિકાદહન પર ભદ્રા અને ચંદ્રગ્રહણનો સાયો હોવાથી હોલિકાદહન સાંજે ૭ કે ૮ કલાકે નહિ પણ મધ્યરાત્રિના થશે. જોગાનુજોગ ૨૦૨૪ ના વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ ૨૪ માર્ચ ને સોમવારે પૂનમના દિવસે હોવાથી હોલિકાનું દહન અને વ્રતની પૂનમ તા.૨૪ માર્ચને રવિવારે ઉજવાશે.ભાવનગર શહેરમાં કણબીવાડ, ભગાતળાવ, ગૌરીફળીયુ, કાળીયાબીડ, ભરતનગર, આનંદનગર, ઘોઘાસર્કલ, સુભાષનગર, પાનવાડી, વડવા, આતાભાઈ ચોક, તખ્તેશ્વર, કાળુભા રોડ સહિતના અનેક સ્થળોએ તેમજ જિલ્લાભરમાં શેરીઓ અને મહોલ્લાઓમાં, ચોક, સાર્વજનિક સ્થળો તેમજ સોસાયટીઓના કોમન પ્લોટમાં આવતીકાલે રવિવારે મોડી સાંજે શુભ મુર્હૂતે પરંપરાગત રીતે હોલિકાદહન કરવામાં આવશે. હોલિકા દહન માટે દર વર્ષે ખુબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરાતો હોય છે અને તેના કારણે પર્યાવરણને પણ નુકશાન થતુ હોવાનું જણાતા પર્યાવરણની સુરક્ષાના એક ભાગરૂપે હવે હોલિકાદહન માટે ગોહિલવાડમાં કેટલાક સ્થળોએ તો ગાયના છાણમાંથી બનાવાતી ઈકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીકનો વપરાશ પણ થાય છે. આ વર્ષે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીનો ક્રેઝ પણ વધી રહ્યો છે. શહેરના આતાભાઈ ચોકમાં મિત્રમંડળ દ્વારા કેસરી મિત્ર મંડળના સથવારે વૈદિક હોલિકા દહન પર્વ યોજાશે. આ પ્રસંગે છાણા, વિભિન્ન પ્રકારની શુધ્ધ સામગ્રીઓ અને ગાયના શુધ્ધ ઘી, વિવિધ પ્રકારના ધાન પધરાવવામાં આવશે. હોળિકાદહન બાદ સ્થાનિક નવવિવાહિત યુગલો સહિતના હોળિકાની ફરતે જળની ધારાવડી સાથે પ્રદક્ષિણા ફરી ધાણી, દાળીયા, ખજુર તેમાં પધરાવવામાં આવશે. નવયુગલો તેમજ નવજાત શીશુને હોળીકાના પ્રદક્ષિણા કરાવાનો પણ ખાસ મહિમા વર્ષોથી ચાલ્યો આવે છે. ભાવનગર જિલ્લામાં સાંજે હોલીકાદહનના સ્થળે ગામ સમસ્ત ઉમટી પડે છે. અને મહિલાઓ દ્વારા હોળીકાના ખાસ પારંપારિક લોકગીતો ગાતા ગાતા હોલીકાની પ્રદક્ષિણા કરાશે.ગ્રામ્ય વિસ્તારોમાં નવજાત શીશુથી લઈને બાળકોને પતાસાના હારડા પહેરાવી હોળીની પ્રદક્ષિણા કરાવવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. હોળી ધૂળેટીના તહેવારને લઈને સ્થાનિક બજારોમાં ધાણી, દાળીયા, ખજુર સહિતની ખાદ્યસામગ્રીઓ તેમજ અવનવા રંગ, પિચકારી, ફૂગ્ગાની અંતિમ તબકકાની ધૂમ ખરીદી નિકળી હતી.દરમિયાન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં શનિવારે રંગોત્સવ ધૂળેટીના તહેવારની વિદ્યાર્થીઓ દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.હોળીની જવાળાઓ પરથી આજે પણ અનેક સ્થળોએ આગામી ચોમાસાના વરતારો કરાતો હોય છે.

હોળીના તાપથી શારીરિક વ્યાધિઓમાં રાહત મળતી હોવાની માન્યતા

હોલીકા પ્રાગટય બાદ હોળીની ફરતે પ્રદક્ષિણા કરવાનો વર્ષોથી રિવાજ ચાલ્યો આવે છે.વડીલોના કથન અનુસાર હોળી ફરતે પ્રદક્ષિણા ફરી તેના તાપને ઝીલનારને વર્ષ દરમિયાન તાવ કે અન્ય બિમારીઓ આવતી નથી. એટલુ જ નહિ શારીરિક વ્યાધિઓમાં રાહત થાય છે.તેથી જ અનેક સ્થળોએ હોળીકાદહન બાદ અનેક લોકો લાંબો સમય સુધી હોલીકાદહનની આસપાસ રહી તાપ લેતા હોય છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW