24/04/2024

અમરેલીમાં દેશના 75 પદ્મશ્રીઓનું એક સંમેલન અને સન્માન કાર્યક્રમ યોજાયો

0

  • અમરેલીમાં દેશના 75 પદ્મશ્રીઓનું એક સંમેલન અને સન્માન કાર્યક્રમ યોજાયો 

અમરેલી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશના 75 પદ્મશ્રીઓનું એક સંમેલન 14 માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં ધોળકિયા ફાઉન્ડેશન ના યજમાન પદે યોજાયેલા આ પદ્મશ્રી થી સન્માનિત કરાયેલા 75 જેટલા મહાનુભાવોનું યોજાયેલ અધિવેશન એ એક ખાસ હેતુસર યોજાયું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ખાતે ધોળકિયા ફાઉન્ડેશન સંચાલિત અમૃત ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે અહીં અગ્રણીઓ દ્વારા તકતીનું અનાવરણ કર્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું અમૃત ગૌશાળા ખાતે આશરે 300 જેટલા નાના-મોટા ગૌવંશ આશ્રય મેળવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં હેતની હવેલી ખાતે પદ્મ પુરસ્કૃતઓનો પુનર્મિલન સમારોહ યોજાયો હતો. જેમા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ કહ્યુ કે, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઇ શકે તે શ્રેષ્ઠ બાબત છે. સકારાત્મક વિચારો અને તેના અમલીકરણ થકી પરિવર્તન આવી શકે છે તે પ્રત્યક્ષ થયું છે.

પર્યાવરણની રક્ષા કરવી અને જળસંકટને નિવારવાના પ્રયાસોમાં નાગરિકોને તેમના ઉત્તમ પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રાષ્ટ્રની પ્રગતિ માટે સામાજિક કર્તવ્યો કરવામાં આવે તે આવનારી પેઢીઓ માટે પ્રેરક છે. સકારાત્મક વિચાર, કર્મયોગનું મહત્વ અને તેને લીધે થતાં કાર્યો થકી સામાજિક ઉન્નતિ થઇ શકે છે. તેમણે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી પર્યાવરણ જાળવણી થઇ શકે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW