24/04/2024

સેંદરડાના બોગસ તબીબને ત્રણ વર્ષ સખત કેદની સજા

0

Updated: Mar 21st, 2024


વર્ષ 2011માં પોલીસે ઊંટવૈદું કરતા શખ્સને ઝડપી લીધો હતો

જેસર કોર્ટે રોકડ રકમના દંડ ભરવાની સાથે દાખલારૂપ સજાનો હુકમ કર્યો

જેસર: મહુવા તાલુકાના સેંદરડા ગામના બોગસ તબીબને વર્ષ ૨૦૧૧માં ઝડપી લીધાની ઘટનામાં જેસર કોર્ટે સમાજમાં દાખલો બેસે અને ન્યાયની નેમ જળવાઈ તે સિધ્ધાંત સાથે શખ્સને ત્રણ વર્ષ સખત કેદની સજા ફટકારી રોકડ રકમનો દંડ ભરવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના સેંદરડા ગામે રહેતો અનિલ જયસુખભાઈ હઠીનારાયણ (રહે, મુળ મોટા આસરાણા, તા.મહુવા) નામનો શખ્સ ડોક્ટરી અંગેની માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર નહીં હોવા છતાં ડોક્ટરી પ્રેક્ટીસ કરી લોકોને એલોપેથી દવાઓ અને ઈન્જેક્શન આપતો હોવાની બાતમીના આધારે ગત તા.૧૭-૦૪-૨૦૧૧ના રોજ રાત્રિના સમયે પોલીસે દરોડો પાડી ઊંટવૈદું કરતા શખ્સને ઝડપી પાડી તેની સામે આઈપીસી ૪૧૯ અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાનમાં આ કેસ જેસરની પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પી.જે. મહેશ્વરની ધારદાર દલીલ, મૌખિક અને દસ્તાવેજી પુરાઓને ધ્યાને લઈ પ્રિન્સિપ્લ સિવિલ જજ આર.વાય.ઢીવરેએ બોગસ તબીબ અનિલ હઠીનારાયણ નામના શખ્સને તકસીરવાન ઠેરવી આઈપીસી ૪૧૯ના કામે ત્રણ વર્ષ સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ તેમજ ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટ-૧૯૬૩ની કલમ ૩૦ના ગુનાના કામે રૂા.૫૦૦નો દંડ ફટકારી બન્ને ગુનાના કામે ફટકારવામાં આવેલા દંડની રકમ ન ભરે તો ત્રણ માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW