24/04/2024

શહેર વર્ષ-૨૦૩૦ સુધીમાં રેબીસ ફ્રી સીટી બનશે, છ વર્ષ કૂતરાંથી સાવચેત રહેજો, ખસીકરણ પાછળ વર્ષે પાંચ કરોડથી વધુનો થતો ખર્ચ

0


અમદાવાદ,ગુરુવાર,21
માર્ચ,2024

નેશનલ એકશન પ્લાન ફોર ડોગ અંતર્ગત અમદાવાદ શહેરને વર્ષ-૨૦૩૦
સુધીમાં રેબીસ ફ્રી બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત શરુ કરી છે.શહેરીજનોએ હજુ
છ વર્ષ કૂતરાંથી સાવચેત રહેવુ પડશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાંના
રસીકરણ પાછળ વર્ષે પાંચ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે.છેલ્લા આઠ વર્ષમાં શહેરીજનોને
કૂતરાં કરડવાના ૩.૭૦ લાખથી પણ વધુ બનાવ નોંધાયા છે.શહેરમાં બે લાખથી વધુ કૂતરાં
હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

શહેરમાંથી રખડતા કૂતરાં પકડી એબીસી રુલ્સ-૨૦૦૩ મા માન્ય
થયેલી એસઓપી મુજબ તેનુ ખસીકરણ કરી ચાર દિવસે જે સ્થળેથી પકડવામાં આવ્યા હોય એ
સ્થળે છોડવાની કાર્યવાહી વિવિધ એજન્સીઓ દ્વારા કરાવવામા આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરવા શ્રી પીપલ ફોર એનીમલને
પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં
,
શ્રી ગોલ ફાઉન્ડેશનને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં કામગીરી
સોંપવામા આવી છે.શ્રી યશ ડોમેસ્ટીક રીસર્ચ સેન્ટરને ઉત્તર અને પૂર્વ ઝોન તેમજ શ્રી
સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટને દક્ષિણ અને મધ્યઝોનના વિસ્તારમાં કામગીરી આપવામાં આવી
છે. રખડતા કૂતરાં પકડીને તેનુ ખસીકરણ કરવા મ્યુનિ.તંત્ર તરફથી કૂતરાં દીઠ રુપિયા
૯૭૬ સંસ્થાને ચૂકવવામા આવે છે.આ વર્ષે અત્યારસુધીમાં એજન્સીઓ દ્વારા ૩૯૮૮૨ રખડતા
કૂતરાં પકડીને ખસીકરણ કરવામાં આવ્યુ છે.

વર્ષ-૨૦૩૦ સુધીમાં અમદાવાદને રેબીસ ફ્રી શહેર બનાવવા નેશનલ
એકશન પ્લાન અંતર્ગત કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ૧૪ સભ્યોની
કમિટિની રચના કરાશે.આ કમિટિમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ઉપરાંત મદદનીશ
પશુપાલન વિભાગ
, ઝૂ
સુપ્રિટેન્ડન્ટ
, કામધેનુ
કે અન્ય યુનિવર્સિટીના સંશોધન
,ટેકનોલોજી
નિષ્ણાત વગેરેનો સભ્ય તરીકે સમાવેશ કરાશે.અમદાવાદમાં વર્ષ-૨૦૧૦માં કૂતરાં અંગે
સર્વે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ કોઈ સત્તાવાર સર્વે કરાવવામા આવ્યો નહી હોવાનુ
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. શહેરમાં 
છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા કૂતરાં કરડવાના ૧.૬૩ લાખ બનાવ બનવા પામ્યા
હતા.રખડતા કૂતરાંના ખસીકરણ પાછળ વર્ષ-૨૦૨૦-૨૧માં રુપિયા ૨.૩૦ કરોડ
, વર્ષ-૨૦૨૧-૨૨માં
૨.૫૬ કરોડ અને વર્ષ-૨૦૨૨-૨૩માં રુપિયા ૪.૫૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો.

એકશન પ્લાન અંતર્ગત કઈ-કઈ કામગીરી કરાશે?

૧.કૂતરાંનુ ખસીકરણ-રસીકરણ

૨.કૂતરાં કરડવાના કેસોની સમીક્ષા

૩.કરડતા ,બિહેવીયર
કૂતરાં વિશે સંશોધન

૪.નાગરિકોમા જાગૃતિ લાવવી

૫.રેબીસ વેકસીન ઉપલબ્ધી અને સંશોધન લેબોરેટરી શરુ કરવી

રખડતા કૂતરાં કરડવાના કયા વર્ષમાં કેટલા બનાવ?

વર્ષ    કૂતરાં
કરડવાના બનાવ

૨૦૧૬ ૩૪૯૬૯

૨૦૧૭ ૨૭૭૩૧

૨૦૧૮ ૬૧૩૬૮

૨૦૧૯ ૬૭૭૫૬

૨૦૨૦ ૫૨૩૧૮

૨૦૨૧ ૫૧૮૧૨

૨૦૨૨ ૫૯૫૧૩

૨૦૨૩ ૧૭૬૪૮

(એપ્રિલ

સુધી)

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW