24/04/2024

જામનગરમાં સરસ્વતી સોસાયટી વિસ્તારમાં રહેતા યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

0

Updated: Mar 22nd, 2024

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગરમાં નવાગામ ઘેડ નજીક સરસ્વતી સોસાયટીમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ પાછળ સરસ્વતી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભુપત કારાભાઈ કંટારીયા નામના 38 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભરત કારાભાઈ કંટારીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW