24/04/2024

ગુજરાતની આ બેઠક પર ભાજપના આયાતી ઉમેદવારનો ઉગ્ર વિરોધ, સ્થાનિક નેતાઓએ પત્ર વાયરલ કર્યો

0

ચૂંટણી પહેલાં જ આંતરિક જૂથવાદ, નિવેદનબાજી, પત્રિકાકાંડ

Updated: Mar 22nd, 2024

Lok Sabha Elections 2024 |  લોકસભાની ચૂંટણીને આડે હજુ ઘણી વાર છે પણ ભરઉનાળે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કેમકે, વડોદરામાં સાંસદ રંજન ભટ્ટની ઉમેદવારીને લઈને અસંતોષની જવાળા ભભુકી છે, તો સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારની અટકને લઈને હવે પત્રિકાકાંડ સર્જાયુ છે. આ ઉપરાંત ભાજપના ભરતીમેળાને યોગ્ય ઠેરવી કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ એવી કોમેન્ટ કરી છેકે, આ તો ગાંધીજીએ કોંગ્રેસનુ વિસર્જન કરવાનુ સપનુ જોયુ છે તે સાકાર થઈ રહ્યુ છે. 

વલસાડમાં કોને ટિકિટ? 

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે પણ આ આયાતી ઉમેદવારને લઈને પત્ર વાયરલ થયો છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, જે કઈ ભૂલ થઈ હોય એને સ્વિકાર કરી સારા ઉમેદવારને ટિકિટ આપો. હજુ ઘણો સમય છે. હજુય મોડુ થયુ નથી. ઉમેદવારને બદલ્યાસિવાય છૂટકો નથી. જે આવુ નહીં થાય તો ભાજપ પક્ષને ઘણુ નુકશાન થવાનુ છે. જો તમારે સત્ય જ જાણવુ હોય તો આઈબી પાસેથી રિપોર્ટ મંગાવો. આમ, વલસાડ બેઠક પર ધવલ પટેલ સામે વિરોધ વંટોળ શરૂ થયો છે. 

ભાજપના ભરતી મેળા સામે અસંતોષ 

ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપના ભરતી મેળા સામે વાંધો ઉઠાવ્યો હતો. એવી દલીલ કરી હતીકે, ભાજપના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના થઇ રહી છે. આ વિવાદ માંડ શમ્યો છે પણ ખુદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પોરબંદરમાં આયોજીત એક સંમેલનમાં જાહેર મંચ પરથી ભરતી મેળાને યોગ્ય ઠેરવી એવુ કહ્યુંકે, મહાત્મા ગાંધી એવું ઇચ્છતા હતાં કે, કોંગ્રેસનુ વિસર્જન થાય. ગાંધીજીનુ સપનુ તેમની જન્મભૂમિ પોરબંદરથી પુરુ થઈ રહ્યું છે. માંડવિયાએ ત્યાં સુધી કહ્યુકે, હવે ગુજરાત જ નહીં, આખો દેશ કોંગ્રેસમુક્ત થવાનો છે. એ દિવસો દૂર નથી.

માણાવદરની બેઠક પર ભાજપનો પેંચ ફસાયો 

લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત થઇ છે. પણ ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તેનું કારણ એ છે કે થોડાક વખત પહેલાં માણાવદરની બેઠક પર કેસરિયો ખેસ પહેરાવીને જવાહર ચાવડાને મંત્રીપદ અપાયું હતું. હવે આ બેઠક પર જવાહર ચાવડાને હરાવી અરવિંદ લાડાણીએ કબજો જમાવ્યો હતો. લાડાણીએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. હવે ભાજપનો પેચ બરાબરનો ફસાયો છે. કેમ કે પેટાચૂંટણીમાં કોને ટિકિટ આપવી એ સવાલ ઊભો થયો છે કે જવાહર ચાવડાને કે પછી લાડાણીને…. ભાજપમાં હાલ અંદરોઅંદર રોષ ભભૂક્યો છે જે ભાજપને પોષાય તેમ નથી. આ જોતાં ડેમેજ કન્ટ્રોલ કરવા મથામણ ચાલી રહી છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW