24/04/2024

10 ટકા કમિશનની લાલચમાં જમીન દલાલે 3.15 લાખ ગુમાવ્યા

0

Updated: Mar 21st, 2024

– વડતાલ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ

– વિજાપુર તાલુકાના લાડોલના દલાલ અને મિત્રને અવાવરૂ જગ્યાએ લઈ જઈ ઠગ ત્રિપૂટીએ લૂંટી લીધા

નડિયાદ : વિજાપુર તાલુકાના લાડોલના જમીન દલાલને મંદિરની છૂટી રકમ બદલી આપવા પેટે ૧૦ ટકા કમિશન આપવાની લાલચ આપી હતી. જેમાં છૂટા પૈસાના બદલામાં કમિશન મેળવવા રૂ.૫૦૦ની નોટો લઈને આવેલા જમીન દલાલ અને તેના મિત્રને અવાવરું જગ્યાએ લઈ જઈ ત્રણ શખ્સો જમીન દલાલ અને તેમના મિત્ર પાસેથી રૂ.૩,૧૫,૦૦૦ની રકમ છીનવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે વિજાપુરના જમીન દલાલે ઠગ ટોળકી સામે વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં રહેતા બીપીનભાઈ બળદેવજી ઠાકોર જમીન દલાલનો ધંધો કરે છે. વીસેક દિવસ પહેલા બીપીનભાઈ ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી નડિયાદ તાલુકાના વડતાલથી પ્રકાશભાઈ તરીકે ઓળખ આપી જણાવેલું કે, જમીનની દલાલી કરતા વધારે રકમ કમાવવી હોય તો અમારી પાસે મંદિરમાં દાનમાં આવતા છૂટા રૂપિયાના બદલામાં રૂ.૫૦૦ની નોટો આપનારને ૧૦ ટકા કમિશન આપીએ છીએ. 

આ વાત સાંભળી બીપીનભાઈ ઠાકોર રૂ.૫૦ હજારની નોટો લઈને વડતાલ આવ્યા હતા. ત્યારે સામાવાળાએ રૂ.૫૦,૦૦૦ના બદલામાં રૂ.૫૫,૦૦૦ કમિશન સાથે આપ્યા હતા. ત્યારબાદ બીપીનભાઈ ઠાકોરે ઘરે જઈ પોતાના મિત્ર મહેશ ચૌધરીને વાત કરી હતી. જેથી તા.૧૧મીના રોજ બીપીન ઠાકોર અને મહેશ ચૌધરી રૂપિયા એક લાખ લઈને આવ્યા હતા અને તેના બદલામાં પ્રકાશભાઇએ કમીશન સાથે રૂ.૧,૧૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા. જેથી બીપીનભાઈ ઠાકોર અને તેના મિત્રને વિશ્વાસ બેસતા વધારે પૈસા કમાવાની લાલચમાં તા.૧૨ માર્ચના રોજ બંને ઈસમો રૂ. ૩,૧૫,૦૦૦ લઈ વડતાલ ગોમતી તળાવ પર આવ્યા હતા. ત્યારે પ્રકાશભાઈ વાલજીભાઈ બીપીનભાઈ ઠાકોર અને તેમના મિત્ર મહેશ ચૌધરીને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં પ્રકાશભાઈએ પહેલા તમે પૈસા આપો તેમ કહેતા જમીન દલાલે જણાવેલું કે, પેલા છૂટા પૈસા આપો પછી તમને પૈસા આપીયે તેમ કહેતા પ્રકાશભાઈ તેમજ તેમની સાથેના બે ઈસમો ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. અને જમીન દલાલ પાસેથી રૂ.૩,૧૫,૦૦૦ની રકમ છીનવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવ અંગે બીપીનભાઈ બળદેવભાઈ ઠાકોરે વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ ભલારામ પ્રજાપતિ રહે. સુણાવ તા.પેટલાદ, લાલજી ધનજીભાઇ મકવાણા રહે. પાનીવા, તા.ઘોઘા તથા દિલીપભાઈ પુરોહિત રહે. કરમસદ તા.આણંદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW