24/04/2024

સુરતના આદિવાસી ગામની આ શાળા આગળ શહેરની સ્કૂલો પણ પાણી ભરે, વિદ્યાર્થીઓ બોલે છે 7 ભાષા

0

મુસ્લિમ શિક્ષક શીખવે છે ભગવદ ગીતાના પાઠ

Updated: Mar 21st, 2024


Surat Tribal School : સુરતની ઝાંખરડા ગામની પ્રાથમિક શાળા શહેરની શાળાઓને પણ ટક્કર મારે તેવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીના બાળકોનાં નામ પિકોક, એપલ, બ્લેક કેટ અને લાયન છે. અહીનાં બાળકો ગુજરાતના તમામ જિલ્લાઓના નામ કડકડાટ બોલે છે. એટલું જ નહી, અહીનાં બાળકો સાત ભાષા બોલે છે અને તેમનું દેશ-વિદેશનું જ્ઞાન અચરજ પમાડે તેવું છે. 

સુરતથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા ઝાંખરડા ગામની શાળાના તમામ બાળકોના નામ અનોખા છે. અહીના પ્રિન્સિપાલનું કહેવું છે કે આ ખાસ નામ આપવા પાછળનું કારણ જાતિ અને ધર્મના સીમાડા ખતમ કરવાનું છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારની આ સ્કૂલની માત્ર આ જ એક ખાસિયત નથી. અહીના બાળકો વિવિધ સાત ભાષાઓ પણ શીખે છે. શાળા વિદ્યાઓને સાત ભાષામાં બેઝિક લેંગ્વેજ સ્કિલ શીખવાડે છે. ખાસ વાત એ છે કે આ તમામ બાળકો ગરીબ પરીવારોમાંથી આવે છે.

અભ્યાસક્રમ સિવાય સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને સામાજિક અને સાંસકૃતિક પાસાં શીખવા પર પણ જોર આપે છે, જેમાં પોતાનાથી મોટા લોકોનું સન્માન કરવું અને ધાર્મિક ગ્રંથોમાંથી મળતી શીખને જીવનમાં ઉતારવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. ઝાંખરડા પ્રાથમિક શાળાના આ મોડલથી સારા પરિણામો મળી રહ્યા છે, આ મોડલ અન્ય મોટી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પોતાની તરફ આકર્ષી રહ્યું છે. શાળામાં કંઈક નવું શીખવાના હેતુ સાથે સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ અહી વાંચવા આવે છે.

વિદ્યાર્થીઓને શાળા માટે લગાવ હોવાનું કારણ અહીની અનોખી શિક્ષણ પદ્ધતિ છે. ઝાંખરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઈચ્છા છે કે તમામ શાળાઓ એવી હોય કે જ્યાં શીખવું અને શીખવાડવું કંટાળાજનક ન હોય.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW