24/04/2024

પાલિતાણાના હાથસણીના ડુંગરમાં આગ ઓલવાઈ ત્યાં મૂંડકીધાર ડુંગરમાં પ્રસરી

0

Updated: Mar 21st, 2024

– પવનના કારણે આગ વિકરાળ બની : વન વિભાગ, ચાર શહેરોના ફાયર ફાઈટરની દિવસ, આખી રાત જહેમત

– મૂંડકીધારના ડુંગરમાં આગ ઊંડી હોવાથી ફાયર ફાઈટર નાકામ : વન કર્મચારીઓ અને સ્થાનિકો કોથળા ભીના કરીને આગ ઓલવવા પ્રયત્નશીલ

પાલિતાણા : પાલિતાણા પંથકના હાથસણીના ડુંગરમાં મંગળવારે ભભૂકી ઉઠેલી આગ પવનના કારણે વિકરાળ બની હતી અને વન વિભાગના કર્મચારીઓ તથા ચાર શહેરોના ફાયર ફાઈટર્સની આખી રાત જહેમત બાદ આજે સવારે માંડ કાબૂમાં આવી ત્યાં આગ મૂંડકીધારના ડુંગરમાં પ્રસરી હતી. અહીં આગ ઊંડી હોવાથી ફાયર ફાઈટર કામ લાગી શક્યા નહીં. આથી વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિકો કોથળા ભીના કરીને આગ ઓલવવા પ્રયત્નશીલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલિતાણા પંથકના હાથસણીના ડુંગરોમાં ગઈ કાલ તા. ૧૯ને મંગળવારે બપોર બાદ આગ ભભૂકી હતી. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઊભા સૂકા ઘાસમાં પ્રસરી જવા પામી હતી. વન વિભાગના સ્ટાફ અને સ્થાનિક લોકોએ આગ ઓલવવા માટે પ્રયાસ કર્યા હતા. ડુંગરાઓમાં બાવળની કાંટય ઉભી હોવાથી અને આગનો ઘેરાવો ખૂબ મોટો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી. આથી પાલિતાણા ઉપરાંત, ગારિયાધાર, તળાજા અને સિહોર નગરપાલિકાના ફાયર ફાઈટર્સ દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા કામે લાગ્યા હતા. જેના પરિણામે આખો દિવસ અને આખી રાતના પ્રયાસ બાદ આખરે આજે સવારે ૭.૩૦ વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા સાંપડી હતી. જોકે, હાથસણીમાં હજુ તો આગ પર માંડ મેળવાયો ત્યાં આજે સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં હસ્તગીરીથી આગળ જતા મૂંડકીધારના ડુંગરોમાં પ્રસરી હતી. અહીં વાયરલેસ સેટ આવેલો છે. આ આગ ઊંડે સુધી હોવાથી ફાયર ફાઈટર કામ લાગી શક્યા નહીં. આથી વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા કોથળા ભીના કરીને આગ ઓલવવાના પ્રયત્નો ચાલુ રહ્યા હતા. આજે મોડી સાંજ સુધી આગ ચાલુ રહી હતી. આ આગના કારણે વન્ય પ્રાણીઓની જાનહાનિ અંગે સમાચાર પ્રાપ્ત થયા નથી. દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં લાગતી આગ અનેક તર્ક વિતર્ક સર્જી રહી છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW