24/04/2024

અમરેલીમાં રેલવે લાઈન પર LPG ભરેલું કન્ટેનર લીકેજ થતાં દોડધામ મચી

0

  • મોટા લિલિયા પાસે કન્ટેનર લીકેજ થતાં દોડધામ
  • અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • સમગ્ર વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો

અમરેલીમાં રેલવે ટેન્કમાં મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ છે. જેમાં 20 ટેન્ક વેગન સાથેની ટ્રેનના એક ટેન્ક વેગનમાંથી ગેસ લિક થતો હોવાની જાણ થતા ટ્રેનને તાત્કાલીક રોકી દેવામાં આવી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જેના સાથે જ મોટી દુર્ઘટના રોકી લેવામાં આવી છે.

કેવી રીતે દુર્ઘટના રોકવામાં આવી

આ સાથે જ પીપાવાવ પોર્ટની ટેક્નિકલ ટીમને જાણ કરતા ટીમ તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લિકેજ બંધ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ટેક્નિકલ ટીમ દ્વારા ટ્રેનને પરત પીપાવાવ પોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં ગેસ લિકેજની ઘટના અંગેની જાણ થતા કલેકટર દ્વારા આસપાસનો વિસ્તાર કોર્ડન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. અમરેલી ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી

આ દરમિયાન મોટા લીલીયા પાસે એલપીજી ટેન્ક વેગનમાંથી ગેસ લિક થતા પીપાવાવ પોર્ટથી ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોચી હતી. ટીમના સભ્યો દ્વારા લિકેજ બંધ કરી દેવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે વધુ તપાસ કરવા માટે ટીમ દ્વારા ટ્રેનને પરત પીપાવાવ પોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલી ડીવીઝન ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈએ કહ્યું એલપીજી ગાડી પીપાવાવ તરફથી જતી હતી મોટા લીલીયા રેલવે સ્ટેશન ડ્રાયવરને જાણ થતાં એલપીજી ગેસ લીક થતો હતો તેની જાણ કરવામાં આવી તકેદારીના ભાગ રૂપે વિસ્તાર કોર્ડન કર્યો ઇલેક્ટ્રિસીટી બંધ કરી લિકેજ બંધ કરવામાં આવ્યું છે. હવે સ્થિતિ કંટ્રોલમાં છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW