24/04/2024

3 ટીમો બનાવીને વેરા વસુલાતની કાર્યવાહી આરંભાઇ

0

Updated: Mar 18th, 2024

– આણંદ નગરપાલિકા દ્વારા 

– જાહેર રજાના દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલશે

આણંદ : આણંદ નગરપાલિકા દ્વારા પાછલા વર્ષના બાકી વેરા માટે સઘન કાર્યવાહી હાથ ધરી બાકીદારોને નોટિસો પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત આણંદ નગરપાલિકાની ત્રણ ટીમો દ્વારા જુદાજુદા સ્થળોએ વેરા વસુલવાની શરૂઆત કરવામાં આવી છે. નગરપાલિકામાં પાછલા બાકી વસુલાત ૩.૧૯ કરોડ હતી જેમાંથી હાલ ૨૨ ટકાની રકમ વસુલ થઈ ચુકી છે. જ્યારે ચાલુ વર્ષના ૧૬.૪૩ કરોડમાંથી ૪૫ ટકાની વસુલાત કરવામાં આવી હતી.

આણંદ નગરપાલિકામાં છેલ્લા ત્રણ દિવસ પહેલાથી ચાલતી બાકી વેરાઓની વસુલાત સઘન બનાવવામાં આવી છે. આણંદ નગરપાલિકા દ્વારા ત્રણ ટીમો બનાવી અલગ અલગ સ્થળોએ બાકી વેરા વસુલવા પહોંચી હતી. આ ટીમો દ્વારા પાછલા વર્ષની બાકી વસુલાત ૩.૧૯કરોડમાંથી ૨૨ ટકાની રકમ વસુલી હતી. જ્યારે ચાલુ વર્ષના બાકી વેરાની વસુલાતમાંથી ૧૬.૪૩ કરોડમાં ૪૫ ટકાની રકમ વસુલી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આણંદ નગરપાલિકાના પરેશભાઈ મિસ્ત્રીનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે માર્ચ માસમાં તા. ૨૩,૨૪,૨૯,૩૧ના જાહેર રજાઓના દિવસો દરમ્યાન પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ હોઈ વેરો ભરવા માંગતા હોય તે આણંદ નગરપાલિકામાં વેરો ભરી શકશે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW