24/04/2024

સિહોર નગરપાલિકા દ્વારા રૂા 1.26 કરોડની બાકી કરવેરાની વસૂલાત

0

Updated: Mar 18th, 2024

– રજાના દિવસોમાં પણ ટેકસ વસુલાત શરૂ રહેશે

– બાકી વેરાની ઝુંબેશ સાથે નળ કનેકશન કાપવા, મિલકત સીલ કરવા જેવા આકરા પગલા લેવાનું પણ શરૂ કરાતા બાકીદારોમાં ફફડાટ

સિહોર : સિહોર નગરપાલિકા દ્વારા શહેરીજનોના બાકી રહી ગયેલા લાખો રૂપીયાના બાકી રહી ગયેલા કરવેરાની વસૂલાત કરવા માટેની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.પાલિકાના ટેકસ વિભાગ દ્વારા રૂા ૧.૨૬ કરોડની વસૂલાત કરવામાં આવેલ છે. તંત્રની ઝુંબેશથી સિહોર શહેરના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

સિહોર નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે લાંબા સમયથી બાકી રહી ગયેલા કરવેરાઓ જેવા કે,ઘરવેરા, નળવેરા, ગટરવેરો તેમજ લાગુ પડતા અન્ય તમામ વેરાઓના બાકી રહી ગયેલા કરદાતાઓની સામે આખરે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નગરપાલિકાની ટેકસ વસુલાતની ટીમ દ્વારા નીત્યક્રમ મુજબ મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવતા અને તેની સાથોસાથ નળ કનેકશન કાપવા, મિલકત સીલ કરવા જેવા આકરા પગલાઓ લેવાનું પણ શરૂ કરવામાં આવતા  શહેરના બાકી રહી ગયેલા કરદાતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. ચાલુ વર્ષ દરમિયાન સિહોર પાલિકાના ટેકસ વિભાગ દ્વારા ફરી વખત ડોર ટુ ડોર વસુલાત તથા દંડકીય કાર્યવાહી દ્વારા કુલ મળીને રૂા એક કરોડ અને ૨૬ લાખ જેવી જંગી રકમની વસૂલાત કરવામાં આવેલ છે. તથા આખરી દિવસોની વસુલાત ઝુંબેશ દરમિયાન આ વસુલાતની ટકાવારી હજુ પણ તેનાથી પણ ઉંચી જશે તે નકકી છે. દરમિયાન સિહોર પાલિકા દ્વારા શહેરીજનો જોગ અનુરોધ કરાયો છે કે, જાહેર રજાના દિવસો દરમિયાન પણ વેરા વસુલાતની ડોર ટુ ડોર વસુલાત તથા ટેકસ ઓફિસકાર્ય ચાલુ રાખવામાં આવેલ છે. જેથી બાકી રહી ગયેલા શહેરીજનો તેમના બાકી રહી ગયેલા વેરાઓ આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૪ પહેલા ભરપાઈ કરી જવા અનુરોધ કરાયો છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW