24/04/2024

મહુધાના અલીણા ગામમાં બુટલેગરે ઓનલાઈન દારૂનો વેપાર શરૂ કર્યો

0

Updated: Mar 18th, 2024

– રામનગર પાટિયા પાસે લારી પર પણ દારૂનું વેચાણ

– બૂટલેગરે દારૂની બ્રાન્ડ, કિંમત, ઓનલાઈન ડિલિવરી માટે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યું

મહુધા : મહુધા તાલુકામાં લોકસભા ચૂંટણી જાહેર થતા જ દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂના વેચાણની જાહેરાતો સોસિયલ મીડિયાના માધ્યમથી કરતા દારૂબંધી માટે અનેક સવાલ ઉભા થયાં છે.મહુધાના અલીણા ચોકડીથી મહીસા તરફ જવાના માર્ગે રામનગર પાટિયા નજીક એક લારી ઉપર દારૂનું ધૂમ વેચાણ કરતા હોય અને વાટ્સએપ અને ફેસબુક પર જાહેરાત મુકવામાં આવતા સ્થાનિક પોલીસ અને એલસીબી ઉપર અનેક સવાલો ઉભા થયાં છે. બૂટલેગર દ્વારા વાટ્સએપ અને ફેસબુક આઇડી ઉપર અંગ્રેજી દારૂની ત્રણ બ્રાન્ડ અને બિયરની જાહેરાત પણ મુકવામાં આવી છે. સાથે સાથે દારૂની બોટલની કિંમત જણાવી ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરી માટે પણ જણાવ્યું છે.

ખેડા જિલ્લાની વિવિધ બ્રાન્ચ અને મહુધા પોલીસનો ડર કે ખૌફ બુટલેગરને રહ્યો ન હોય તેમ દારૂના આ વેપારીએ વાટ્સએપ અને ફેસબુકની આઇડીમાં સ્ટેટસ મુકતા ભારે ખળભળાટ મચી ગયો છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW