24/04/2024

જંત્રાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 19.47 લાખની ઉચાપત

0

Updated: Mar 18th, 2024

– ઓડિટ દરમિયાન કૌભાંડનો પર્દાફાશ થયો

– દાણ વેચાણ ક્લાર્ક હંગામી ઉચાપત કરી ટુકડે ટુકડે પૈસા જમા કરતો હતો

આણંદ : બોરસદ તાલુકાના જંત્રાલ ગામ દૂધ મંડળીમાં દાણ વેચાણ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શખ્શે ફરજકાળ દરમ્યાન મંડળીના રોજબરોજના દાણ વેચાણના નાણાં મર્યાદા ઉપરાંતની સિલક જાણીબુઝીને મંડળીમાં જમા નહી કરાવી પોતાના હસ્તક રાખી રૂા.૧૯.૪૭ લાખ ઉપરાંતની રકમ અંગત કામમાં વાપરી નાખી બાદમાં ટુકડે ટુકડે જંત્રાલ દૂધ ઉત્પાદક મંડળીમાં જમા કરાવી હંગામી ઉચાપત કરી હોવાનું ખુલતા આ અંગે વિરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

 બોરસદ તાલુકાના જંત્રાલ ગામની દૂધ મંડળીમાં દાણ ક્લાર્ક તરીકે રાવજીભાઈ ભાઈલાલભાઈ પરમાર ફરજ નીભાવતા હતા અને ઉપરોક્ત મંડળીમાં તા.૧૪મી માર્ચ, ૨૦૨૨થી દુધ ટેસ્ટર તરીકે નોકરી કરે છે.

 દરમ્યાન જંત્રાલ દૂધ ઉત્પાદક મંડળીનું તા.૦૧ એપ્રિલ, ૨૦૧૯ થી તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીનું ઓડિટ થતા ઓડિટરો દ્વારા મંડળીના રજીસ્ટરો તથા રોજમેળ વિગેરેની તપાસણી કરી હતી.

 તે સમયે દાણ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તત્કાલીન કર્મચારી રાવજીભાઈ ભાઈલાલભાઈ પરમારે રૂા.૧૯,૪૭,૯૭૮ પોતાના કામે વાપરી હંગામી ઉચાપત કર્યા બાદ ટુકડે-ટુકડે ઉચાપતના નાણાં જંત્રાલ દૂધ ઉત્પાદક મંડળીમાં જમા કરાવેલ હોવાનું ખુલવા પામ્યું હતું.

 જે અંગે સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા ચેરમેનને પોલીસ ફરિયાદ કરવાનો લેખિત આદેશ કરતા ચેરમેન અંબાલાલ પરમારે વિરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW