24/04/2024

વડોદરા પાસે 13 ફૂટના મહાકાય મગર સાથે ચેડાં કરતા આધેડ પુરુષનો વીડિયો વાયરલ

0

Updated: Mar 9th, 2024

વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી તેમજ અન્ય આસપાસની બીજી નદીઓમાં મગરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે અને મગરો રહેણાંક વિસ્તારોમાં પણ ધસી આવવાના બનાવ બની રહ્યા છે ત્યારે વડોદરા પાસેની નદીમાં એક મહાકાય મગર સાથે આધેડ વયનો પુરૃષ ચેડાં કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

વડોદરામાં મગરો મોટી સંખ્યામાં છે અને ગમે ત્યારે નદીમાંથી બહાર આવી રહ્યા હોવાના બનાવો બનતા હોય છે.વીસેક દિવસ પહેલાં ડભોઇ ના ભીલાપુર પાસે ટ્રેનની અડફેટે એક મગર આવી જતાં તેને મોંઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જ્યારે તે પહેલાં પણ સમા રોડ પર વાહનની અડફેટે મગરનું મોત થયું હોવાનો બનાવ બન્યો હતો.

આવી જ રીતે વિશ્વામિત્રી બ્રિજ નીચેથી પણ અગાઉ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના માથામાં પથ્થરનો ઘા વાગ્યો હોય તેવા નિશાન મળી આવ્યા હતા.

૧૨ થી ૧૩ ફૂટના મહાકાય અને વજનદાર મગર સાથે ચેડાં કરતો એક વીડિયો પણ જીવદયા પ્રેમીઓમાં ચર્ચાનો વિષય  બન્યો છે.આધેડ વયનો એક પુરૃષ હાથમાં લાકડી લઇ મગરની પૂંછડી ઉંચકતો હોય અને તેની પીઠ તેમજ માથું થપથપાવતો હોય,ટપલી મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો ક્યાંનો છે તે ચોક્કસ કહી શકાય તેમ નથી.પરંતુ તેમાં ગ્રામ્ય વિસ્તારની ગુજરાતી બોલી સંભળાય છે.કહેવાય છે કે, વડોદરા નજીક  પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનો આ વિડીયો છે.પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું નથી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW