24/04/2024

સરખેજ-ગાંધીનગર હાઈ-વે પર અકસ્માત રોકવા બેંગલુરૂ જેવી રબર સ્ટ્રીપ લગાવાશે

0

રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં મહત્વના સૂચનો કરાયા

Updated: Mar 6th, 2024


Gujarat News : ગુજરાતમાં હાઈ-વે પર થતાં અકસ્માતો અટકાવવા માટે પ્રત્યેક શહેર અને જિલ્લામાં એક હાઇ-વેની પસંદગી કરી સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા માટેનું મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે. એટલુ જ નહીં, સરખેજ-ગાંધીગર હાઇવે (Sarkhej-Gandhinagar highway) પર અકસ્માતો ઘટાડવા બેંગલુરૂ અને મુંબઇ જેવી રબર સ્ટ્રીપ (Rubber strips) લગાવવાની ભલામણ પણ કરવામાં આવી છે.

વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવાની કાર્યવાહી

રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં વાહન વ્યવહાર મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત રોડ સેફટી ઓથોરીટી તથા સ્ટેક- હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI), માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગના દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવાની કાર્યવાહી થઇ રહી છે. દર વર્ષે રાજ્યના દરેક શહેરમાં અને દરેક જિલ્લામાં એક-એક બ્લેક સ્પોટ ધરાવતા હાઈ-વેની પસંદગી કરી તેને સલામતીની દ્રષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના રાજ્યવ્યાપી પ્રયાસો શરૂ કરાશે

આગામી દિવસોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના રાજ્યવ્યાપી પ્રયાસો શરૂ કરાશે. માર્ગો પર સલામતીનું લગતા પગલાંને ધ્યાને રાખી અકસ્માત પછી ઈજાગ્રસ્તોને તરત સારવાર મળી રહે તે માટે ગુડ સમારિટનને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવવામાં આવશે. આ બેઠકમાં રોડ સેફિટ એવોર્ડ અપાયા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં બનાસકાંઠાના નૈસર્ગિક ટ્રસ્ટને પ્રથમ તેમજ રાજકોટના રોજર રેપો ચેરિટેબલ ટ્રસ્ટને બીજો ક્રમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સિટી-ડિસ્ટ્રીક્ટ રોડ સેફિટ કમિટી કેટેગરીમાં સુરતને પ્રથમ, રાજકોટને બીજો ક્રમ અને બનાસકાંઠાને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં બંદર અને વાહનવ્યવહાર તેમજ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW