24/04/2024

અમરેલી જિલ્લાનાં રાજુલામાં કોગ્રેસના કાર્યક્રતાઓ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયાં

0

  • અમરિષ ડેર બાદ કોગ્રેસના કાર્યક્રતાઓ પણ જોડાયા ભાજપમાં
  • સી.આર.પાટીલની હાજરીમાં ખેસ ધારણ કર્યો
  • 4 હજાર કરતા વધુ કાર્યક્રતાઓ જોડાયા હોવાનો અંબરીષ ડેરનો દાવો

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા વિસ્તારના કોગ્રેસના પૂર્વ નેતા અંબરીષ ડેર દ્વારા ગઈકાલે કમલમમાં કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી.ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે કેસરીયા કર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજુલા જાફરાબાદ કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સાથે નાયબ દંડક કૌશીક વેકરીયા,ધારાસભ્ય હીરા સોલંકી,જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા,સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મુદ્દે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઈ કાલે હું ભાજપમાં જોડાયો મારા મત વિસ્તારના લોકો ગાંધીનગર ન પોહચી શકે તે માટે મત વિસ્તારમાં કાર્યક્રમમાં રાખ્યો છે.

શું કહ્યું સી.આર.પાટીલે

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સભા સંબોધતા કહ્યું કે,ઘણા સમયથી મેં રૂમાલ મુક્યો હતો તેની જગ્યાએ અંબરીષ ડેર આવી ગયા છે અને આખા ગુજરાતમાં મેં જો કોઈને સામેથી આમંત્રણ આપ્યું હોય તો એ અંબરીષ ડેર છે અને ઘરવાપસી માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.તો ઘણા જિલ્લાઓમાંથી કાર્યક્રતાઓએ લોકસભાની ચૂંટણી સમયે કોગ્રેસનો પક્ષ છોડી કેસરિયા ધારણ કર્યા હતા.

રામ મંદિર અંગે શું કહ્યું હતું અંબરીશ ડેરે

રામ મંદિર આમંત્રણ અંગે અંબરીશ ડેરે કહ્યું હતું કે, ‘કોંગ્રેસના મોડવી મંડળે અને નજીકના લોકોએ અમુક બાબતોમાં મિસગાઈડ કર્યા. રામ મંદિર પ્રસંગે જે નિવેદન આવ્યું હતું, તે આઘાતજનક અને નિરાશાજનક રહ્યું. બધા જ ધર્મનો આદર અને સન્માન કરીએ છીએ, પરંતુ ઘરના મોભી નારાજ થાય તે વ્યાજબી નહીં. કોઈને દોષ આપવા માંગતો નથી. કોઈનું ખરાબ કહેવા માંગતો નથી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW