24/04/2024

Photos : અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના સેલિબ્રેશનની અંદરની તસવીરો, અંબાણી પરિવારનો શાનદાર લૂક

0


Anant-Radhika Pre Wedding: ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે. આ કપલની ખુશીમાં સામેલ થવા માટે બોલિવૂડના અનેક સેલેબ્સ જામનગરમાં એકઠા થયા છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા માટે ભારત અને વિદેશની ઘણી મોટી હસ્તીઓ પણ આવી છે. હવે મહેમાનોએ પણ ફંક્શનમાંથી પોતાના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે જોઈએ એ તસ્વીરો…

આ કોકટેલ પાર્ટીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા અંબાણી પરિવારે સાથે પોઝ આપ્યો હતો. 

રાધિકા મર્ચન્ટ, એવા ડ્રેસ પસંદ કર્યો જે બ્લેક લાઇવલીએ 2022 મેટ ગાલામાં પહેર્યો હતો. ઇવેન્ટ માટે, રાધિકાએ કસ્ટમ-મેડ વર્સાચે આઉટફિટ પસંદ કર્યું. તે ગુલાબી રંગનો શોલ્ડર ઓફ શોલ્ડર ડ્રેસ હતો. રાધિકા ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લડી રહી હતી. 

ઈશાએ પહેરેલું ઓફ-શોલ્ડર ગાઉન લંડન સ્થિત ફેશન ડિઝાઈનર મિસ સોહીએ ડિઝાઈન કર્યું હતું. ગાઉન સાથે પેટલ સ્ટાઇલ પિંક શાલ ગાઉનને અલગ જ લૂક આપતું હતું. ફ્લોર-લેન્થ ન્યૂડ કોર્સેટ ગાઉન 3D ચેરી બ્લોસમ્સ અને મેગ્નોલિયા ફ્લાવર્સ બ્રાન્ચ ડિઝાઇનથી શણગારવામાં આવ્યો હતો. ઈશાના ગાઉન પર મોરનો આકાર પણ આપવામાં આવ્યો હતો જેને સ્વારોવસ્કી ક્રિસ્ટલ્સથી શણગારવામાં આવ્યો હતો.

આ સેલિબ્રેશનમાં આવેલા મહેમાનોની તસ્વીરો હાલ ખૂબ જ વાયરલ છે. જેમાં બિલિયનર બિલ ગેટ્સ પણ અનંત સાથે પોઝ કરતા દેખાયા હતા.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને તેમના પત્ની પ્રિસિલા ચાને તૈયાર થઈ શેર કરી હતી. જેમાં બંને ગોલ્ડન અને બ્લેક આઉટફીટમાં આકર્ષક લાગી રહ્યા હતા. 

દીપિકાએ કોકટેલ પાર્ટી માટે બ્લેક લોંગ ફ્રોક પહેર્યું હતું. આ ગેટઅપમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી હતી. હંમેશની જેમ આ વખતે પણ દીપિકા પાદુકોણે પોતાની આકર્ષક સ્ટાઇલથી લોકોના દિલ જીતી લીધા છે.

કિયારાએ અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ બેશના પહેલા દિવસે અલ્બીના ડાયલાની રોઝ લાઇનમાંથી અદભૂત બ્લેક ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવી હતી. બોલ્ડ ડીપ નેકલાઇનવાળા આ આઉટફિટમાં અભિનેત્રી એકદમ ક્લાસી અને આકર્ષક લાગી રહી હતી.

બોલિવૂડ સ્ટાર અજય દેવગન પણ તેની દીકરી નિસા અને ભાણેજ અમન સાથે પ્રિ-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જેમાં તેમણે અમન અને અક્ષયકુમાર સાથે પોઝ આપ્યો હતો. 

કરીના કપૂરે પણ પતિ સૈફ અલી ખાન અને તૈમૂર સાથે પોઝ આપ્યો હતો. લેવેન્ડર સાડીમાં કરીના ક્લાસી દેખથી હતી. તેમજ સૈફે પણ આઉટફીટ મેચિંગ કરવા માટે પર્પલ શર્ટ પહેર્યો હતો.  

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ધોનીએ પણ આ સેલિબ્રેશનનો ભાગ બન્યા હતા. આ કપલ બ્લેક આઉટફીટમાં ટ્વીન કરતા દેખાયા હતા. 

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ બેશમાં સદગુરુ પણ સામેલ થયા હતા. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના દીકરી ઇવાંકા ટ્રમ્પ પણ તેના પરિવાર સાથે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ બેશમાં સામેલ થયા હતા. તેમણે સુંદર સિલ્વર અને ગોલ્ડન સાડી પહેરી હતી. Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW