24/04/2024

વડોદરા કોર્પોરેશન પાસે સ્વભંડોળના 200 કરોડ રૂપિયા છે તો પછી બોન્ડ દ્વારા ઉછીના નાણા લેવાની શું જરૂર છે? વિપક્ષનો સવાલ

0

Updated: Mar 2nd, 2024


– 100 કરોડના બોન્ડ પર કોર્પોરેશન 5 વર્ષે 39 કરોડ વ્યાજ ચૂકવશે

– વિપક્ષ કહે છે, દેવું કરીને વ્યાજ ચૂકવવાનો કોઈ અર્થ નથી

વડોદરા,તા.02 માર્ચ 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના ગ્રીન બોન્ડનું બીડીંગ કરવામાં આવ્યું તેમાં 44 સંસ્થાઓએ ભાગ લીધો હતો અને 14.60 ગણા આ બોન્ડનું 1460 કરોડનું બીડીંગ થયુ હતું. 7.90% એ 100 કરોડના બોન્ડ વડોદરા કોર્પોરેશનને મળશે એટલે કે 5 વર્ષના અંતે તેની ઉપર કોર્પોરેશનને 39 કરોડ વ્યાજ પેટે ચુકવવાના થશે. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના કહેવા મુજબ આ બોન્ડ અમૃત યોજના અંતર્ગત જે પ્રોજેક્ટો ચાલુ છે, તેમાં વડોદરા કોર્પોરેશનના હિસ્સા પેટે ચુકવણીની રકમમાં વપરાશે. અત્યાર સુધી જોવા એમ મળ્યુ છે કે, અંદાજ કરતા વધુ ભાવના ટેન્ડરો આવે છે .જે મંજૂર કરવામાં આવે છે તેના કારણે કોર્પોરેશનને વધુ પૈસા ચૂકવવા પડે છે, એટલે કે કોર્પોરેશનને પોતાનો જે હિસ્સો ચૂકવવાનો હોય છે તેમાં વધુ આર્થિક ભારણ આવે છે. કોર્પોરેશનનું તાજેતરમાં જે ડ્રાફ્ટ બજેટ મંજુર કરવામાં આવ્યુ, તેમાં સ્વભંડોળમાંથી 200 કરોડ કેપિટલ એક્સપેન્ડિચરમાં તબદીલ કરવાની જોગવાઇ કરેલ છે. અમૃત યોજના માટે કોર્પોરેશન બોન્ડ દ્વારા પૈસા મેળવે તો કોર્પોરેશનને 10 કરોડનું ઇન્સેન્ટીવ આપવાની જોગવાઇ છે. એટલે કે ખરેખર તો કોર્પોરેશન 90 કરોડ ઉછીના મેળવશે અને તેની ઉપર 39 કરોડનું વ્યાજ ચૂકવશે. જો કોર્પોરેશન પાસે 200 કરોડ પડ્યા હોય તો પછી બોન્ડ દ્વારા ઉછીના નાણાં લેવાની શું જરૂર છે તે સવાલ ઉઠાવી કોંગ્રેસે કહ્યું છે કે કોર્પોરેશન પાસે વૃક્ષારોપણની ડિપોઝિટના 250 કરોડ છે. કોન્ટ્રાક્ટરોની સીક્યુરીટી ડીપોઝીટ, એફ.ડી. ઉપરનું વ્યાજ મળે છે તે પણ કોર્પોરેશનની જ આવક ગણાય, ત્યારે દેવું કરીને વ્યાજ ચુકવવાનો કોઇ અર્થ લાગતો નથી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW