24/04/2024

વડોદરા કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી શહેરની મધ્યમાં જ શિફ્ટ કરવા માંગણી

0

Updated: Mar 2nd, 2024


– સરદાર માર્કેટની જર્જરીત બિલ્ડિંગમાંથી આ કચેરી માંજલપુર ખસેડવા થઈ રહેલી હિલચાલ

– જો આ કચેરી દૂર ખસેડાશે તો લોકોને ખૂબ અસુવિધા રહેશે 

વડોદરા,તા.02 માર્ચ 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્શન વોર્ડ નં-13માં કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડીંગ જર્જરીત જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરવા અગાઉ નોટીસ આપી છે, ત્યારે આજ બિલ્ડીંગમાં આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ થઇ રહી છે.

વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ જન્મ મરણ અને લગ્ન નોંધણીની આ કચેરીનું અત્યાર સુધીમાં ચાર વખત સ્થળાંતર થઈ ચૂક્યું છે. અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી, બાદમાં બદામડી બાગ એ પછી મધ્યવર્તી સ્કુલમાં અને ત્યારબાદ અહીં સરદાર માર્કેટ બિલ્ડીંગમાં ખસેડવામાં આવી હતી. આ ચારેય જગ્યા શહેરની મધ્યમાં આવેલી છે. જેથી લોકોને શહેરના ગમે તે ખૂણા માંથી ગમે જન્મ-મરણના દાખલા કે લગ્ન નોંધણીના કામ માટે અહીં આવવા માટે સરળતા રહેતી હતી. માંજલપુર વિસ્તાર શહેરના દક્ષિણ છેડે આવેલો છે. લોકોને શહેરના બીજા વિસ્તારોમાંથી માંજલપુર સુધી જન્મ-મરણ અને લગ્ન નોંધણી માટે ત્યાં જવું અઘરું થઈ પડશે એમાં હવે કોર્પોરેશન દ્વારા આ કચેરી માંજલપુર ખસેડવાની હિલચાલ થઇ રહી છે. જેનાથી, લોકોને જન્મ-મરણના દાખલાની કામ ગીરી માટે અહીં સુધી ધક્કા ખાવા પડશે. ત્યારે લોકોની સરળતા માટે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઇ બિલ્ડીંગમાં આ કચેરી શીફ્ટ કરી કાયમી ધોરણે પૂર્ણ સુવિધા સાથેની કચેરી બનાવવા તેમણે કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW