24/04/2024

ધો. 12 સા.પ્ર.ના છાત્રોની હોલટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરાઇ

0

Updated: Mar 2nd, 2024

– આગામી બોર્ડની પરીક્ષા પૂર્વે 

– શાળાના ઈન્ડેક્સ નંબર તથા નોંધાયેલ મોબાઇલ નંબર કે ઇ-મેઇલ આઇડી લોગીન કરી પ્રવેશપત્ર મેળવી શકાશે

ભાવનગર : આગામી તા. ૧૧ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને હવે પરીક્ષા આડે ૧૦ દિવસનો સમય બાકી છે ત્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા નિશ્ચિત કરવા આજથી બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓની હોલટીકીટ અપલોડ કરી દેવામાં આવી છે અને અને સંલગ્ન સુચનાઓ પણ જારી કરાઈ છે.

ધો.૧૨ના તમામ ઉમેદવારોની માર્ચ-૨૦૨૪ની જાહેર પરીક્ષા તા. ૧૧-૩થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલ ટીકીટ) તા. ૧-૩થી બોર્ડની વેબસાઈટ જીએસઈબી.ઓઆરજી પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર (હોલ ટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-૨૦૨૪ પરીક્ષાના આવેદન પત્ર મુજબના વિષયો – માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર (હોલટીકીટ)માં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્ય સહી-સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધો. ૧૨ની સૂચના (નં.૧થી ૧૩) પ્રવેશપત્ર (હોલ ટકિટિ)ના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે.  પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવા જણાવાયું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW