24/04/2024

જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ, અંજારમાં સૌથી વધુ, ખેડૂતોને નુકસાનની ભીતિ

0

દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

Updated: Mar 2nd, 2024


Unseasonal rain in Gujarat : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરુ થયો છે. આ ઉપરાંત કચ્છ,  મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરુ થયો છે જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું છે તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની થતા ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.



Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW