24/04/2024

ખેડાની યુવતીને કઠલાલના ભાટેરાના યુવકે શારિરીક સંબંધ બાંધી ગોંધી રાખી

0

Updated: Mar 2nd, 2024

– યુવતીને પ્રેમજાળમાં ફસાવીને યુવકે બોગસ લગ્ન કર્યા હતા

– થરાદ તાલુકામાં યુવતીને મહિના સુધી રાખીને ત્રાસ ગુજાર્યો : ચકલાસી ને કઠલાલ તાલુકાના 6 સામે ફરિયાદ

થરાદ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામનો એક શખ્સ બોગસ લગ્ન કરી યુવતી સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી વારંવાર મારઝુડ કરીેને ગોંધી રાખી હોવાનો આક્ષેપ સાથેની છ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

ખેડા જિલ્લાના કઠલાલ ગામના ભાટેરા ગામના ભુપેન્દ્રભાઈ હસમુખભાઈ પરમાર પ્રિન્ટિંગનું કામ કરે છે. જે શખ્સે  ખેડા જિલ્લાની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને યુવતી સાથે એક મંદિરમાં જઈને વડીલો સાથે લગ્ન કરેલા થોડા સમય સુધી ભુપેન્દ્રભાઈએ પ્રેમ લગ્ન કરનાર યુવતીને સારી રીતે રાખી હતી. 

ત્યાર બાદ પંજાબ જલંધર ખાતે લઈ ગયો હતો અને ભુપેન્દ્રભાઈ ત્યાં પંજાબમાં પ્રિન્ટિંગમાં નોકરી કરતો હોવાથી બે મહિના ભાડાના મકાનમાં રૂમમાં રાખી હતી. તેમજ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ભુપેન્દ્રભાઈએ યુવતીના વતન ખાતે મૂકી ગયો હતો અને થોડા સમય બાદ ફરી પત્નીને પિયરમાંથી તેડવા જઈ મોરબી  કંપનીમાં પ્રિન્ટિંગ નોકરી કરવા સાથે ગયો હતો.  ત્યાં ત્રણેક મહિના સાથે રાખીને  બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. વારંવાર ભુપેન્દ્ર સાથે માથાકૂટ થતી થોડા સમય પહેલા ભુપેન્દ્ર તેની પ્રેમ લગ્ન કરનાર પત્ની સાથે થરાદના કરણપુરા ફેક્ટરીમાં લઈ આવ્યો હતો. ભુપેન્દ્રભાઈએ કહેલ કે મારે અગાઉની પત્નીની તેની દીકરીઓ અહીં લાવવી છે. ત્યારે પ્રેમ લગ્ન કરનાર પત્નીએ ના પાડતા ભુપેન્દ્ર એકદમ ઉશ્કેરાઈ જઈને  મારઝૂડ કરી હતી અને દીવાલે અથડાવીને ત્રાસ ગુજાર્યો હતો.  

જ્યારે પણ ભુપેન્દ્ર ફેક્ટરીમાં કામ કરવા જાય ત્યારે ફેક્ટરીના રૂમ બંધ કરીને જતો રહેતો હતો અને સાંજે આવે ત્યારે રૂમ ખોલતો હતો. આ રીતે એક મહિનો રૂમમાં પૂરી રાખી જેમ તેમ બોલીને જમવાનું કેમ નથી બનાવતી તેમ કહી પરેશાન કરી ફેકટરીમાં જમવા જતા રહ્યો હતો. ત્યાર બાદ ભુપેન્દ્રએ કહેલ કે તું મારા ઉપર ખોટા કેસ કરીશ તો તને અને તારા પિતાને મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

યુવતીએ થરાદ પોલીસ મથકે ખોટા નાટક કરનાર પતિ ભુપેન્દ્ર હસમુખ પરમાર (રહે. પોરડાસિમ ગામ ભાટેરા તાલુકો કઠલાલ) તેમજ દિપાલીબેન પ્રવીણ જાદવ (રહે.ગામ ચકલાસી તા નડિયાદ), વિકી પ્રવીણ જાદવ ( રહે.ચકલાસી તા નડિયાદ) આકાશ પ્રવીણ જાદવ (રહે ચકલાસી તા. નડિયાદ) વીરેન પ્રવીણ જાદવ (રહે ચકલાસી તા નડિયાદ) તેમજ નિષાબેન વીરેન (રહે ચકલાસી તા નડિયાદ) તમામ સામે થરાદ પોલીસ મથકે જાતિ અપમાનિત શબ્દો કાઢવા માનસીક ત્રાસ સહિતની યુવતીએ ફરિયાદ નોંધાઇ હતી. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW