24/04/2024

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં રિહાનાએ આપ્યું જોરદાર પર્ફોર્મન્સ, એરપોર્ટ પર એવું કર્યું કે થવા લાગ્યા વખાણ

0


Pop star Rihanna amazing performance at Jamngar: હાલમાં મુકેશ અંબાણીના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેની દરેક વિગતો જાણવા ઉત્સુક છે. આખું બોલિવૂડ એક સાથે આવી ગયું છે તો લોકો તો ઉત્સુક હોય જ ને! પોપ સ્ટાર રિહાનાએ પણ ગઈકાલે આ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું હતું. રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ રૂપિયા (1.5 મિલિયન ડૉલર) થી લઈને 66 કરોડ રૂપિયા (આશરે 12 મિલિયન ડૉલર) જેટલી ફી વસૂલે છે. તેના પરથી એવો અંદાજ આવે છે કે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે તેણે કરોડો રૂપિયા ચાર્જ કર્યા હશે. જામનગરમાં ખૂબ જ ધામધૂમથી આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં એક પોપ સ્ટારનું પરફોર્મન્સ પણ હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લેડી પોલીસ સાથે પોઝ આપતા રિહાનાના થયા ખૂબ વખાણ

રિહાનાને અંબાણી પરિવારે ખાસ આમંત્રણ પર તેના ક્રૂ અને ઘણા સામાન સાથે 29 ફેબ્રુઆરી ગુરુવારે જામનગર પહોંચી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 1 માર્ચે, રાત્રે કોકટેલ પાર્ટી દરમિયાન રિહાનાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું અને 2 માર્ચે, સવારે 6 વાગ્યાની આસપાસ, તે તેના દેશ જવા રવાના થઈ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાં તે લેડી પોલીસ સાથે પોઝ આપી રહી છે અને પેપ્સ સાથે પણ સારું વર્તન કરી રહી છે, જેના પછી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

રિહાનાના સામાનથી ખેંચાયું બધાનું ધ્યાન 

ભારતમાં રિહાનાનું આ પહેલું પર્ફોર્મન્સ હતું, જે તેણે અંબાણી પરિવારના ખાસ અવસર પર આપ્યું હતું. જ્યારે તે આવી હતી ત્યારે પણ તેના સામાનનો વીડિયો સામે આવ્યો હતો અને જ્યારે તે જવા લાગી ત્યારે તેનો વિશાળ સામાન કારમાં લોડ કરવામાં આવ્યો ન હતો પરંતુ તેને એક ટ્રકમાં એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેનો સામાન જોઈને બધા દંગ રહી ગયા કારણ કે તે માત્ર બે દિવસ માટે જ એક મહિના સુધી ચાલે એટલો સમાન લઈને આવી હતી. 

રિહાનાએ પેપ્સ માટે આપ્યા પોઝ 

રિહાનાએ પેપ્સ માટે કોઈ પણ નખરા દર્શાવ્યા વગર પોઝ પણ આપ્યા હતા. જ્યારે તેમને કોઈ ગુસ્સો કે નખરા દર્શાવ્યા વિના પેપ્સને સમય આપ્યો તે બદલ લોકોએ તેના વખાણ કર્યા. લોકોએ સોશિયલ મીડિયામાં તેના ખૂબ જ વખાણ કર્યા હતા. 

ક્રૂ સાથે રિહાનાનું પરફોર્મન્સ

રિહાનાના પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે તેના ક્રૂ સાથે પરફોર્મ કરતી જોવા મળી રહી છે. જેમાં આ પોપ સ્ટારે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડ્રેસ પહેર્યો હતો, જેથી લોકોનું કહેવું છે કે તેણે આપણી સંસ્કૃતિનું પણ સન્માન કર્યું છે. આથી લોકો તેના વખાણ કરી રહ્યા છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW