24/04/2024

50000 માટે મિત્રની હત્યા કરનારા હત્યારાઓ પાસે બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું

0

Updated: Mar 1st, 2024

વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર

છાણી વિસ્તારમાં રૂ 50 હજાર માટે હાથી ખાનાના હનીફ શેખની ગાતકી હત્યા કરવાના બનાવવામાં પકડાયેલા ત્રણેય આરોપીઓને સ્થળ પર લઈ જઈ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

છાણી ગુરુદ્વારા સામે જતા માર્ગ પર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ગઈકાલે હનીફ શેખ નામના યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે બનાવની તપાસમાં હનીફના મિત્ર ઝાકીર શેખે તેના પુત્ર હુસેન અને હુસેનના મિત્ર અયાજ મલેકે રૂ.50000 આપવા નહીં પડે તે માટે હત્યા કર્યા ની વિગતો ખુલી હતી.

છાણી પોલીસે આજે ત્રણેય આરોપીઓને સ્થળ પર લઈ જઈ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જે દરમિયાન કયા આરોપીએ કઈ ભૂમિકા ભજવી હતી તેની વિગતો પોલીસે મેળવી હતી. આ વખતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW