24/04/2024

વડોદરા કોર્પોરેશનમાં નવનિયુક્ત 525 જુનિયર ક્લાર્કને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર અપાશે

0

Updated: Mar 1st, 2024


– 525 ઉમેદવારોને ઓરિએન્ટેશન માટે વડોદરા બોલાવ્યા

– મુખ્યમંત્રી તા.3 ના રોજ વડોદરા આવી રહ્યા છે

– 773 કરોડના કોર્પોરેશન અને વુડાના 34 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ઉમેદવારોની પસંદગી બાદ કોર્પોરેશનમાં તેઓની નોકરી હવે શરૂ થવાની છે. તારીખ 3 ના રોજ મુખ્યમંત્રી વડોદરા આવે છે ત્યારે 552 માંથી હાલ 525 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ 525 ઉમેદવારોને તારીખ 2 અને 3 ના રોજ વડોદરા બોલાવ્યા છે અને સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સવારે 10 થી સાંજ સુધી તેઓનું ઓરિયનટેસન કરવામાં આવનાર છે. જેમાં કોર્પોરેશનના વિવિધ વિભાગના વડાઓ આ ઉમેદવારોને કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જેમ કે એકાઉન્ટ એન્જિનિયરિંગ, ઓડિટ, રેવન્યુ વગેરેમાં કેવા પ્રકારની કામગીરી હોય છે અને કઈ રીતે કરવાની હોય તેની સમજ આપશે. મુખ્યમંત્રી તારીખ 3 ની સાંજે વડોદરા આવી રહ્યા છે. જેમાં કોર્પોરેશનના 156 કરોડના 32 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે વુડાના 617 કરોડના બે કામોનું ખાતમુહૂર્ત કરવાના છે. જેમાં 360 કરોડના ખર્ચે ડ્રાફ્ટ લેવલની મંજૂર ટીપી સ્કીમમાંથી રોડનું કામ છે અને બીજું 257 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કની કામગીરી છે. આ બંને કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ગઈ તારીખ 22 ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે 961 કરોડના 11 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એ પછી મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે કે ગણતરીના દિવસોમાં જ 1,734 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW